Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

દત્તાત્રેય ભગવાન - મુખ્ય ચોવીસ ગુરુઓ

સાંપ્રત - બકુલ ટેલર

દંભ તો સમાજમાં બધે છે પણ ફિલ્મ જગતમાં તેનું પ્રમાણ વધુ હશે. ગમે તેમ પણ તેમનો ધંધો દેખાવાનો છે એટલે દેખાડો તો હોવાનો જ! તેમના સુખ-દુઃખની પણ એક માર્કેટ વેલ્યું છે. હમણાં બોની કપૂરની પત્ની મોના કપૂરનું અવસાન થયું. સૌ જાણે છે કે બોની કપૂરે મોના કપૂરને અજાણ રાખી શ્રીદેવી સાથે એવો સંબંધ વધારેલો કે તેઓ વચ્ચે લગ્ન શક્ય બને તે પહેલાં જ શ્રીદેવી ગર્ભવતી બનેલી. મોના કપૂર અને બોની કપૂર વચ્ચે આ વિશે ભારે ઝગડો ચાલેલો પણ બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કરી જ લીધાં. મોના કપૂર તેની માના ઘરે ચાલી ગયેલી. હવે એ જ મોના મૃત્યુ પામતાં અખબારોમાં એવી તસવીરો જોવા મળે છે જેમાં શોકમાં ડૂબેલા બોની કપૂર તેમના ભાઇ અનિલ કપૂર સાથે ઊભા રહીને ફિલ્મવાળાઓનાં આશ્વાસન ઝીલી રહ્યા છે. આ આશ્વાસન આપનારામાં વિનોદ ખન્ના, રણધીર કપૂર, માધુરી દીક્ષિત, અભિષેક બચ્ચન જેવા ઊભા છે. ફિલ્મજગતમાં લફડાબાજી નવી નથી અને ‘જીસ કે અપને ઘર શીશે કે હો, ઔરો કે ઘર પે પથ્થર નહીં ડાલા કરતે’ ડાયલૉગ મુજબ કોઇ કોઇની લફડાબાજી વિશે ટિપ્પણ નથી કરતું. બધાને જ ખબર હોય છે કે પોતે પણ એવું કરી ચૂક્યા છે યા ગમે ત્યારે થઇ જવાની શક્યતા છે. અહીં દરેક સંબંધને પરદા છે અને તો ય બધું ખૂલ્લું છે. બોની કપૂરથી વધુ સતી શૌરીને આશ્વાસનની જરૂર હતી. તેણે તેની દીકરીની ઉપેક્ષા જોઇ હતી પણ ફિલ્મવાળાઓ બોની-અનિલને આશ્વાસન આપી રહ્યા હતા. સત્તીના મનમાં એ ભાવ જરૂર આવ્યા હોય શકે કે મારી દીકરીને તરછોડનાર હમણાં-દિલાસો પામી રહ્યા છે. આ દિલાસો, આ શોકમાં દંભ સિવાય શું હતું?આ શોકપ્રદર્શન પ્રસંગમાં સ્વાભાવિક રીતે જ શ્રીદેવી અને બોની કપૂર-શ્રીદેવી સંબંધથી જન્મેલી બંને દીકરીઓ પણ ગેરહાજર હતી. બોની કપૂર બરાબર સમજતા હતા કે શ્રીદેવી અને એ બે દીકરીઓને અહીં હાજર રખાય તો કેવી ટીકા થાય. અલબત્ત, કોઇ બોલે નહીં પણ જરા વિચિત્ર તો લાગે જ! ક્યાં કેવા દેખાવું, કોની સાથે દેખાવું તે તેમને ખબર જ હોય! ફિલ્મવાળાઓ માટે શોક પ્રદર્શન પણ જાહેર પ્રસંગ હોય છે એટલે તેને યોગ્ય રીતે મેનેજ કરવો પડે છે. ‘જાની’ રાજકુમાર મૃત્યુ પહેલાં કુટુંબીજનોને તાકીદ કરી ગયેલા કે મારા મૃત્યુની જાણ અંતિમવિધી પૂરી થઇ જાય પછી જ કરજો. એક ચેતન આનંદ સિવાય એ મૃત્યુની જાણ કોઇને કરવામાં નહોતી આવી. રાજકુમાર ફિલ્મવાળાઓના દંભ, દેખાડાને બરાબર જાણતા હતા.

ફિલ્મવાળાઓમાં આવા દંભ અનેક પ્રકારના હોય છે. બને ત્યાં સુધી તેઓ આત્મકથા નથી લખતા અને તે યોગ્ય જ છે. દિલીપકુમાર, રાજ કપૂર, નરગીસ, અમિતાભ બચ્ચન, રેખા વગેરે આત્મકથા લખી શકે ખરાં? આ બધા વિશે જીવન ચરિત્રો લખાયા, આત્મકથા નથી. સી. રામચન્દ્રએ આત્મકથા લખી હતી તેમાં લતા મંગેશકર સાથેના તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ લખાયેલું. એ આત્મકથા મરાઠીમાં લખાયેલી અને હજુ તેનો હિન્દી કે અંગ્રેજી અનુવાદ નથી થયો. વૈજયંતીમાલાએ આત્મકથા લખી તો રાજ કપૂર સાથે કોઇ અંગત સંબંધ જ નહોતા એવા મતલબનું લખ્યું. તરત જ રાજકપૂરના પુત્ર રિશી કપૂરે વૈજયંતીમાલાને યાદ દેવડાવ્યું કે તમારી સાથે મારા પિતાને જે પ્રકારના સંબંધ હતા તેના જ કારણે તો મારા મા (કૃષ્ણા કપૂર) ઘર છોડી હોટલમાં રહેવા ચાલ્યાં ગયેલાં. વૈજયંતીમાલાએ ધાર્યું નહોતું કે રાજ કપૂરનો જ પુત્ર આવું પૂછશે એટલે તે એકદમ ચૂપ રહી ગયાં.

ફિલ્મજગતમાં બેશર્મ રીતે દંભ આચરાય છે. શોક પ્રદર્શન માટે અંદરના દુઃખથી વધુ સફેદ વસ્ત્રોની જરૂર હોય છે. શોક જતાવતી વેળા પુરુષની દાઢી પર આછા વાળ હોય યા સ્ત્રીના માથાના વાળ જરાક વિખરાયેલા હોય તો વધુ પરફેક્ટ. આંખો પર ગોગલ્સ ચડાવ્યા હોય તો ખુલ્લેઆમ બચી શકાય. નરગીસના મૃત્યુ વેળા રાજ કપૂર ગોગલ્સમાં દેખાયેલા અને મીનાકુમારીના મૃત્યુ પછી ધર્મેન્દ્રએ સાવ છેલ્લે મોઢું દેખાડેલું ત્યારે મીનાજીનું મોઢું કબરની માટીથી ઢંકાઇ ગયું હતું. ‘દાગ’નું ગીત છે, ‘જબ ભી જી ચાહે નઇ દુનિયા બસા લેતે હે લોગ, એક ચહેરે પે કઇ ચહેરે, લગા લેતે હૈ લોગ...’ મરનાર એક સમયે મોટી વ્યક્તિ રહી હોય પણ પાછલા વર્ષોમાં તેનું નામ ન હોય તો તે વ્યક્તિને આદર આપવા કોઇ રોકાતું નથી. ઓ.પી. નૈયરને અંતિમ વિદાય આપવા આશા ભોંસલે નહોતાં ગયાં. એ આશા ભોંસલેને પાર્શ્વગાયનમાં મોટું સ્થાન અપાવવામાં ઓ.પી. જ હતા. દંભ એવો પણ કે હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન મૃત્યુ પામ્યા તો જાણે આખો ફિલ્મોદ્યોગ ઊમટ્યો. હરિવંશરાયનું સાહિત્યક્ષેત્રે કેવું પ્રદાન તે તેઓ જાણતા ન હતા પણ તેમણે અમિતાભને મોઢું દેખાડવું હતું. આ બધા દંભ છે અને તોય કોઇ કોઇને કશું કહેતું નથી. ગુરુદત્તે બનાવેલી ‘કાગઝ કે ફૂલ’ ફિલ્મજગત વિશે ક્લાસિક્સ જ રહેશે. એ ફૂલોને રંગ છે, ગંધ નથી.

દત્તાત્રેય ભગવાન - મુખ્ય ચોવીસ ગુરુઓ  
 

દત્તાત્રેય ભગવાને યદુરાજને ગુરુ અને આત્મજ્ઞાન વિષય પર બોધ આપતા કહ્યુંકે , જ્યાં જ્યાં મને સદગુણ જણાયો ત્યાં ત્યાં મારી બુધ્ધિમાં વિવેક લાવવામેં ગુરુબુધ્ધિ કરી છે. મારી બુધ્ધિએ તે ગુણ ગ્રહણ કયૉ ને ધૈયૅથી ધારણ ધરી, ને તેથી હું મુક્ત થયો છું.

મેં સ્વીકાયૅ કે ત્યાજ્યરૂપે જેનો ગુણ લેધો છે તેને મેં મારા ગુરુ કયૉ. મારું જીવન ગુરુઓ થી ભરેલું છે, તેમાંથી મુખ્ય ચોવીસ ગુરુઓ આ પ્રમાણે છે.

પૃથ્વી – ક્ષમા ગુણ

પ્રાણવાયુ – અનાસકિત ને સમભાવ

આકાશ – બ્રહ્મભાવે નિમૅળ વ્યાપકતા

જળ – માલિન્યનિવારણ પછી શાંતિદાયકતા

અગ્નિ – તેજસ્વિતા ને સ્વયંપ્રકાશ-સ્થિતિ

ચંદ્ર – નિવિકાર સ્થિતિ

સુયૅ – નિરપેક્ષ દાતાપણું ને આત્માનો બિંબપ્રતિબિંબભાવ

હોલો – સ્ત્રી આદિ વિષયોમાં આસક્તિ જ દુખનું મૂળ

અજગર- સંતોષમાં જ પરમ સુખ

સમુદ્ર – નિત્ય સ્વસ્થ રહેવું

પતંગ – વિષયમોહનો ત્યાગ

ભ્રમર – કોઈને હેરાન કયૉ વિનાનું જીવન તથા લોલુપતાનો ત્યાગ.

મધમાખી – સંગ્રહ ત્યાગ

મધ લેનાર પારઘી – સ્વધમૅની રક્ષા

હાથી – સ્ત્રીસંગ ત્યજવો જોઈએ

મૃગ – સંગીતનો અતિમોહ અનથૅજનક

માછલું – અથૅસંગ્રહ અને લોલુપતાનો ત્યાગ

પિંગલા – આશાનો ત્યાગ એજ પરમ સુખ

ટિટોડી – દુખનું મૂળ પરિગ્રહ

બાળક – અભેદ બ્ર્હ્મદશા

કુમારિકા – એકલ વાસની જરુર

બાણ બનાવનાર – ચિત્તની એકાગ્રતા

સપૅ – ઘર કરવું નહિ

કરોળીયો – સૃષ્ટિની રચના

ઈયળ – ધ્યાનનું માહાત્મ્ય

નરદેહ – એ ગુરુઓ નો પણ મહાગુરુ


|| અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત ||





આત્મા પોતે પોતાની મેળે ઊભું કરે છે એ સિવાયનું બીજું અંતર ક્યાંય નથી. આપણી પાસે સમયની ગણનાનાં જે સાધનો છે – સૂયૅ, ચંદ્ર, તારા , તેના વડે સમયની ગણના કરવાનું આપણે ક્યારે ભુલીશું? જ્યારે માણસના દિલમાં પ્રેમનો એક જ સાચો અંકુર ફૂટે છે ત્યારે કાળની બધીજ ગણતરીઓ એના માટે ખોટી નીવડે છે. એવા હ્રદયને માટે એક પળની રાહ જોવી એ હજારો નરક કરતાં પણ મોટું નરક હોય અને હજારો વરસની રાહ જોવી એ એક પળ કરતાં પણ ન્યૂન હોય. પ્રેમની કસોટી જ આ : એ કાલાતીત છે.

- ખલીલ જીબ્રાન




થોડીવસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી. સન્માનનીય થવા કરતાં સન્માનપાત્ર થવું. સંપત્તિવાન નહીં, પણ સમ્રુધ્ધ થવું. સખત પરિશ્રમ કરવો, શાંત ચિત્તે વિચાર કરવો, મ્રદુ રીતે વાત કરવી, નિખાલસપણે વતૅવું, તારાઓ, પંખીઓ અને સાધુજનોનાં હ્રદયગાન ખુલ્લા દિલથી સાંભળવાં. બધું આનંદથી ખમી લેવું. હિંમતથી વતૅવું. રાહ જોવી, ઉતાવળ કરવી નહીં, સામાન્યતામાં અણકથી અને અભાનપણે રહેલી આધ્યાત્મિકતાને પ્રગટવા દેવી- આ મારી જીવનભાવના છે.

વિલિયમ હેન્રી ચેનિંગ
સફેદ રંગમાં છુપાયેલો શ્યામ દંભ
જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ
અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત.

બ્રાહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર ઃ
અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ ધ્વિભુજ સુમુખ.

ઝોળી અન્નાપૂર્ણા કર માહય , શાન્તિ કમંડલ કર સોહાયઃ
કયાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.

આવ્યો શરણે બાળ અજાણઃ ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ!
સૂણી અર્જુન કેરો સાદ રીઝયો પૂર્વે તું સાક્ષાતઃ

દીધી ૠધ્ધિ સિધ્ધિ અપાર, અંતે મુકિત મહાપદ સાર.
કીધો આજે કેમ વિલંબ? તુજ વિણ મુજનેના આલંબ!

વિષ્ણુશર્મ ધ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધ્ધમાં દેખી પ્રેમ.
જંભદૈત્યની ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવઃ

વિસ્તારી માયા, દિતિસુત ઈંદ્ર કરે હણાવ્યો તૂર્ત.
એવી લીલા કંઈ કંઈ શર્વ કીધી વર્ણવે કો તે સર્વ?

દોડયો આયુ સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,
બોધ્યા યદુ ને પરશુરામ સાધ્યદેવ પ્રહલાદ અકામ.

એવી તારી કૃપા અગાધ! કેમ સૂણે ના મારો સાદ?
દોડ, અંતના દેખ અનંત! મા કર અધવચ શિશુનો અંત!!

જોઈ ધ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ,
સ્મૃર્તગામી કલિતાર કૃપાળ! તાર્યો ધોબી છેક ગમાર.

પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાણીશેઠ ઉગાર્યો ક્ષિપ્રઃ,
કરે કેમ ના મારી વ્યાર? જો આણીગમ એકજ વાર!!

શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર! થયો કેમ ઉદાસીન અત્ર?
જર્જર વંધ્યા સ્વપ્ન, કર્યો સફળ તે સુતનાં કૃત્સ્ન.

કરી દૂર બ્રાણનો કોઢ, કીધા પૂરણ એના કોડઃ
વંધ્યા ભેંસ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તે તતખેવ.

ઝાલર ખાઈ રીઝયો એમ, દીધો સુવર્ણઘંટ સપ્રેમ.
બ્રાણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર!

પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઉઠાડયો શૂર
હરી વિપ્રમદ અંત્યજ હાથ, રક્ષયો ભકત ત્રિવિક્રમ તાત!

નિમિષમાત્રે તંતુક એક, પ્હોંચાડયો શ્રીશૈલે દેખ!
એકી સાથે આઠ સ્વરુપ ધરી દેવ બહુરુપ અરુપ,

સંતોષ્યા નિજ ભકત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.
યવનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ.

રામકૃષ્ણ રુપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમઃ
તાર્યો પથ્થર ગણિકા વ્યાધા! પશુ પંખી તુજને સાધ!!

અધમઓધારણ તારું નામ ગાતાં સરે ન શાંશાં કામ?
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણમાત્રથી શર્વ!

મૂઠચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ.
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાઓ જંદ અસુર

નાસે મૂઠી દઈને તૂર્ત, દત્તધૂન સાંભળતાં મૂર્ત.
કરી ધૂપ ગાએ જે એમ દત્તબાવની આ સપ્રેમ,

સુધરે તેના બંને લોક રહે ન તેને કયાંયે શોક!
દાસી સિધ્ધિ તેની થાય, દુખ દારિદ્રય તેનાં જાય !

બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ,
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.

અનેક રુપે એજ અભંગ, ભજતાં નડે ન માયા રંગ!
સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક!!

વંદું તુજને વારંવાર, વેદ શ્ર્વાસ તારા નિર્ધાર?
થાકે વર્ણવતાં જયાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ?

અનુભવતૃપ્તિનો ઉદગાર, સૂણી હસે તે ખાશે માર!
તપસી તત્વમસિ એ દેવ, બોલો જયજય શ્રી ગુરુદેવ!
----------------       

No comments:

Post a Comment