બ્લોગસ્પોટ - ઉજ્જવલ હ. ધોળકિયા
ત્રણ-ચાર વર્ષ પહેલાં અમારો કુટુંબમેળો ભરુચ નજીકનાં એક ધાર્મિકસ્થાને યોજાયેલો. તેમાં સૌએ પહેલાં પોતપોતાનો પરિચય આપ્યો. દરેક કુટુંબનાં વડીલ ઊભા થાય અને પોતાનાં વ્યવસાય તથા કુટુંબ વિશે વાત કરે. છેલ્લે ‘અમારા નાના ભાઈ અને મોટી બહેન અમેરિકા છે’એવું કહે. છેવટે એક વડીલે એક જ વાક્યમાં એવી સરસ સિક્સ મારી કે નાગરો શા માટે રૂજ્ઞ્દ્દદ્દક્ક અને વિદ્વાન ગણાય છે તેની ખબર પડે. તેમણે પોતાનો અને પોતાનાં બે ભાઈઓનો પરિચય આપ્યો. છેલ્લે કહે, ‘અમે ત્રણેય ભાઈઓ અહીંયા જ છીએ. અમારા કુટુંબમાંથી કોઈ અમેરિકા નથી.’
અહીંથી ઉચ્ચ શિક્ષણ પામીને, અનેક લોકોનો સાથ-સહકાર લઈને મા-બાપનાં નાણાં અને સંબંધોનો ઉપયોગ કરીને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે યુરોપ જતાં મોટા ભાગનાં યુગલો પછી કદી પાછું વળીને આપણી સામે જોતા પણ નથી! હું આવા યુગલોને ‘બંટી ઔર બબલી’ કહું છું. કારણ કે બંટી અને બબલી તો નાણાકીય ગોલમાલ કરતાં પાત્રો છે અને એ પણ ફિલ્મી, જ્યારે આવાં યુગલો તો સંબંધો અને લાગણીઓમાં ગોલમાલ કરીને અને ભવ્ય ભારત ભૂમિને લાત મારીને નાસી જાય છે અને પાછા બે-ત્રણ- ચાર વર્ષે જ્યારે પાછા આવે ત્યારે ઁલ્ં ફુજ્ઞ્શ્વદ્દક્ક, લ્ં ષ્ટંશ્વ!ઁ અમારે અમેરિકામાં તો આવું ચાલે જ નહિ? એમ કહે! તે લોકોને અમેરિકન હોવાનું ગૌરવ છે, પણ ભારતીય હોવાનું નથી!
અને આપણે? ‘આપણે ‘આ તો ફોરેન રહે છે’ એમ કહેતાં ભારે પ્રભાવિત થઈ જઈએ છીએ અને તેમની સરભરામાં લાગી જઈએ છીએ. તેઓ કદી આપણને તેમના ઘરે બોલાવવાના નથી અને બોલાવે તો પણ સમય ફાળવવાના નથી. આત્મિયતા દર્શાવવાના નથી એની ખબર હોવા છતાં આપણે તેમની મોટી મોટી વાતોથી અંજાઈ જઈએ છીએ. તેઓ ત્યાંથી થોડી ચોકલેટ્સ અને બે-ચાર કપડાં, ત્રણ-ચાર વર્ષે લાવે ત્યારે તેમની ‘વાહ વાહ’ કરતાં પૂંછડી પટપટાવવા માંડીએ છીએ! આપણે આત્મગૌરવ વિહોણી પ્રજા છીએ. તમે કહેશો કે આપણે આતિથ્ય ભાવનામાં માનીએ છીએ, તેથી લાગણીશીલ બનીને તેમની સરભરા કરીએ છીએ. તો એ વાત બિલકુલ સાચી નથી. હું એવા ભાઈઓને જાણું છું કે જે અડધી રાત્રે બાજુમાં ઊભા રહેતા અને ભારતમાં જ વસતા ભાઈની કદી કદર ન કરતા હોય અને અમેરિકાથી કે લંડનથી ફોન પર માત્ર સરસ સરસ વાતો કરતાં અન્ય સગાંભાઈ બાબતમાં ઠેકઠેકાણે પ્રશંસાનાં પુષ્પો વેરતાં હોય! એ એન. આર. આઈ. કદી તમારા પ્રસંગોએ હાજર રહેવાનો નથી, એની પાસે હંમેશાં કારણો હશે! તમે મરી જશો ત્યારે પણ એ એન.આર.આઈ. આવવાનો નથી, છતાં આપણે મોહાંધ છીએ! એક સરસ શેર યાદ આવે છેઃ
મારા હજારો વિદ્યાર્થીઓ અત્યારે દુનિયાના વિવિધ દેશોમાં વસે છે. બહુ દુઃખ સાથે લખું છું કે એંસી ટકાથી બાળકો તેમના કુટુંબ માટે તદ્દન સ્વાર્થી સાબિત થયા છે. બેંકમાં નોકરી કરતા એક ભાઈએ પોતાનું બાળક આગળ વધે, તેને વિશાળ આકાશ મળે તેવા ઉમદા હેતુથી અહીં એમ.બી.બી.એસ. સુધી ભણેલા તેજસ્વી પુત્રને આગળના અભ્યાસ માટે અમેરિકા મોકલ્યો. તે માટે લોન લીધી. પુત્રને ત્યાં અમેરિકામાં બીજા ત્રણેક વર્ષ સુધી ભણવું પડે તેમ હતું. પુત્રએ અભ્યાસ શરૂ કરી દીધો, પ્રવેશ પરીક્ષા પસાર કરી. પુત્ર અમેરિકા ગયો તેને દોઢેક વર્ષ થયું પછી એ વાલી મને અચાનક મળી ગયા. મેં તેમને એક પિતા તરીકે ઉમદા ફરજ બજાવવા બદલ ખૂબ શાબાશી આપી. તેમણે જણાવ્યું કે ડોલર મોંઘો થઈ જતાં પોતાના પુત્રના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે તેમણે પી.એફ.નાં નાણાં ઉપાડીને પુત્રને મોકલી લીધાં છે! એ પછી એ વાલીનો નાનો પુત્ર મારે ત્યાં ભણવા મૂકયો. એકાદ વર્ષ પછી એ નાના પુત્રનું કોલેજમાં એડમિશન થઈ ગયું અને તે પણ સરસ એન્જિનીયરીંગ કોલેજમાં ભણવા માંડ્યો તેના છ-એક મહિના પછી તે નાનો ભાઈ ખાસ મને મળવા આવ્યો. ત્યારે નીચે મુજબ વાતચીત થઈ.
‘અમેરિકામાં ભાઈ શું કરે છે?’
‘જલસા. અભ્યાસ પૂરો થઈ ગયો છે. બહુ મસ્ત જોબ મળી ગઈ છે. લગ્ન પણ થઈ ગયા.’
‘તારું શું પ્લાનિંગ છે?’
‘મને પણ ત્યાં જ બોલાવે છે.’
‘અને પપ્પા-મમ્મી?’
‘એમને તો ત્યાં ન ફાવે ને! ત્યાં શું છે કે એજેડ માણસોને ન ફાવે!’
અહીં ભારતમાં રહેતો એક ભાઈ તેના દૂરના સંબંધી એવા નાના ભાઈના લગ્ન પ્રસંગે સહકુટુંબ ઉપસ્થિત રહ્યો. ખૂબ ઉત્સાહથી પ્રસંગ માણ્યો, તે કુટુંબ સાથે સોલિડેરિટી બતાવી, વરઘોડામાં નાચ્યો. જે ભાઈનું લગ્ન હતું તે તો પાછો અમેરિકા ચાલ્યો ગયો. તે વાતને પાંચ-છ વર્ષ થઈ ગયા. તે દરમ્યાન એક વાર પણ અમેરિકા ગયેલા પિતરાઈ ભાઈને અહીં રહેતાં ભાઈઓની યાદ નથી આવી કે ન તો કદી ફોન કર્યા છે! હમણાં તે ભાઈને ત્યાં પુત્રરત્નનો જન્મ થયાની ખુશખબર આવી. અહીં રહેતા ભાઈએ લાગણી અધિકાર દર્શાવતા અમેરિકા રહેતા નાના ભાઈના માતૃશ્રીને પૂછયું, ‘અમે ઉત્સાહથી વરઘોડામાં નાચી લીધું તે નાચી લીધું! આટલાં વર્ષોમાં તે ભાઈએ કદી અમને યાદ પણ નથી કર્યા?’ અને માતુશ્રીનો જવાબ ‘એ લોકોનું તો તમને ખબર છે ને ભાઈ, બહુ બિઝી હોય છે.’
બીજા એક કિસ્સામાં વીસેક વર્ષ સુધી ચોવીસેય કલાક નાના ભાઈની ચિંતા કરનારા સ્થાનિક મોટા ભાઈને તે નાનો ભાઈ અહીં ભારતમાં રહેતો હતો ત્યારે પણ કદી ખબર-અંતર પૂછતો નહોતો. તે નાના ભાઈને અમેરિકા જવાનું થયું. દરમ્યાન અહીં રહેતા ભાઈએ તેમની બહેન પાસે સહજ ફરિયાદ કરી કે આપણને તો કોઈ યાદ પણ નથી કરતું! અને તે જ સાંજે અમેરિકા ગયેલા ભાઈએ ખાસ સમય કાઢીને ત્યાંથી ફોન પર મોટા ભાઈને ખખડાવ્યો, ‘તારે જે કહેવું હોય તે મને કહેને! લોકોને (!) શું કહે છે?’

એન્ન આરર્ આઈઈ? ઓહોહો!!! |
No comments:
Post a Comment