જો સગા બદલી શકાતાં હોત, તો? |
પ્રત્યંચા - મીનળ દિક્ષિત |
આના લેખક છે મીનળ દિક્ષિત |
શુક્રવાર, 29 એપ્રીલ 2011 16:32 |
Shareએમ કહેવાય છે કે જન્મ મરણ માનવીના હાથમાં નથી હોતા. આ વિધાન સોએ સો ટકા સાચું નથી.પચાસ ટકા ખરું. આત્મહત્યા દ્વારા મૃત્યુને ‘ઇચ્છા મૃત્યુ’માં પલટી શકાય છે. પરંતુ જન્મ લેવો ફરજિયાત છે. જીવનની પરીક્ષામાં મરજિયાત પ્રશ્નો આવે છે. સગાઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે.સમજીને સગાં સાથે વહાલાં નો પ્રયોગ નથી કર્યો. કારણ કે બધા સગાં વહાલાં નથી હોતાં ને બધાં વહાલાં સગાં નથી હોતાં.આ સ્થિતિ દુઃખદ છે.સગાંઓ ફરજિયાત પ્રશ્ન રૂપે ભેટ મળેલાં છે. ઇચ્છિત જન્મ ના હોય, તો ઇચ્છિત સગાંઓના જ હોય ને ! ‘દાદાને નમસ્તે કરો’ ‘મામાને પગે લાગો.’ હજી માંડ બોલતા શીખેલા બાળકને માથે સગાંઓ ઠોકી બેસાડવામાં આવે છે. વંશપરંપરાગત રાજાઓ પ્રજા માથે ઠોકી બેસાડાયા એવું જ સગાંઓનું હોય છે. પણ વહાલાઓ પ્રજામતથી ચૂંટાઈ આવેલા લોકપ્રિય નેતાઓ જેવા છે. પાંચ વર્ષ કે કયારેક તેનાથી પણ ઓછા સમયમાં નેતાને વિદાય લેવી પડે છે. તેવું જ મન પરથી ઊતરતાં વહાલાઓનું હોય છે. આટલી પાર્શ્વ ભૂમિકા સમજયા પછી આપણે માત્ર સગાંઓની જ વાત કરીશું. સગાંઓના મુખ્ય ત્રણ વિભાગો છે. અગણિત પેટા વિભાગોની વાત અહીં નહિ કરીએ. સગાંઓ કુદરતની ભેટ છે. એટલે સૃષ્ટિક્રમ મુજબ વિભાગો પાડીએ. પહેલા પ્રકારને લોહી તરસ્યા માંકડનો દરજ્જો આપીશું. ‘માસીનું ઘર આપણું જ કહેવાય શું ? સેન્ટની બાટલી ગમીને ? લઈ લે. ચિંતા નહિ કરવાની. ‘ભાણેજાં તો તાણેજાં’ કહેવાય. ભાણીનો જન્મજાત હક છે." આમ તમારો લાભ (ગેરલાભ) બરાબર ઉઠાવે. પછી એમને મળવા જાઓ તો દૂધવાળાની અનિયમિતતાની વાત થાય, ભેળસેળ વાળું દૂધ આપે. બગડી જાય. આડીતેડી વાત કરી એક કપ ચા વગર જ વિદાય કરે. એને ઘેર ઉતરવાની હિંમત તમે કરો નહિ, તેની પૂરી કાળજી એ લે. બીજા વર્ગના સગાંઓને મધમાખ વિભાગમાં મૂકી શકો. મધમાખ સ્નેહભર્યું ચૂંબન કરતાં કરતાં ફૂલમાંથી એવો રસ ચૂસી લે. કે ફૂલને ખબર જ ના પડે તેમ આ વર્ગનાં સગાં ગદગદિત સ્વરે કહેશે. "આ બધાં મામાનાં છોકરાંઓમાં તારા બાપ સાથે મારે ભાઇબંધી, બંને સાથે જ રમીને મોટા થયેલા દીકરી, તું મારી જ દીકરી છે તો!" મીઠું મીઠું બોલી તમારી પાસે હજાર કામ કરાવી લે પણ પોતાને ઘસાવાનું આવે નહી એમ ખબરદાર રહે. ત્રીજો વર્ગ છે વટવૃક્ષનો. તમને સાચા હદયથી પ્રેમ કરનારાઓનો ટાઢ, તડકોને વરસાદ ઝીલીને છાયો આપી રક્ષણ કરનારા જેવા એ સગાં હોય છે. પરંતુ રેલ્વેએ પણ ત્રીજો વર્ગ કાઢી નાંખ્યો છે. તેવો કરુણાંત આ વર્ગનો પણ આવ્યો છે. પ્રકૃતિમાં કેટલાક પ્રાણી પક્ષીની જાતિ લુપ્ત થાય છે. તેવું જ આ પ્રકારનાં સગાંઓનું થયું છે. જન્મથી જ સગાં બને છે એમ નથી. લગ્નથી સગાંઓનો બીજો જન્મ થાય છે. પત્ની સૌથી નિકટની સગી બની જાય છે. અંગ્રેજીમાં મધર-ઇન-લો, ફાધર-ઈન-લો કહીને મૂળ સગાંઓનો સંબંધ તેઓ જાળવી રાખવા માંગે છે. સૌથી સંતોષકારક ઘટના એ છે કે પત્નીને સાસુ-સસરાને કાયદેસર છૂટા કરી શકાય છે. છૂટાછેડા લેતા જ આ બધા ‘ભૂતપૂર્વ’(માજી) સગાં બની જાય છે. (બાકી એ બધા ચાલુ કહેવાય) પણ કાકા-માસી-ભાઈઓ સાથે છૂટાછેડા લઈ શકાતા નથી. મૃત્યુ જ પીછો છોડાવી શકે છે. તેથી જ અકબર બાદશાહ જેવા એ કહેવું પડેલું કે, ‘મારા ભાઈ-બહેનો માટે ખૂબ મહત્વનાં છે કારણ કે પત્નીથી છૂટાછેડા લઈ બીજી લાવી શકાય પણ મા-બાપ શાશ્વત છે.’ એટલે કે જીવનરૂપી કસોટીનાં ફરજિયાત પ્રશ્નો. સગાંઓ સાથે અણબનાવ થાય તો સંબંધ કાપી શકાય. સગપણ નહિ. તેથી થાય છે કે વિધાતાએ સગાંઓ પસંદ કરવાની છૂટ આપવી જોઈએ. છાપામાં વિશ્વના કે વિધાતાએ સગાંઓ પસંદ કરવાની છૂટ આપવી જોઈએ. છાપામાં વિશ્ના કે ભારતના પ્રથમ ધનિકોનાં નામો પ્રગટ થાય છે કે નવા મિત્રમંડળનાં નામોની યાદી જોઈએ છે, ત્યારે કેવી લાગણી થાય છે ! મને ખૂબ જ દુઃખ થાય છે. ‘ચાલુ’ સગાઓ બદલી શકાતાં હોત, તો આ યાદીમાંના અનેકને સગુ બનાવી દઈ શકીએ. છાપામાં જાહેર ખબર આવે છે ‘જૂના ટી.વી. બદલી નવા શકાત.’ ‘મિક્સર બદલો’ એક નકામો ભાઈ બદલીને કામનો ભાઈ જરૂર ખરીદી વ્યવસ્થા થવી જોઈએ. અને હાં, એવું ન થઈ એમ હોત તો જન્મતાં જ કોઈ ધનિક વ્યકિતની સગાં તરીકે ચૂંટણી કરી નાખત. એ આપણને પસંદ કરે કે નહિ, એ જુદી વાત. પણ એને વિકલ્પ આપવો નહિ. એવું નમ્ર સૂચન છે. અહીં આપણા અધિકારની વાત થતી હોય છે. માટે સાળેના અધિકાર વિશે વિચારવાની જરૂર નથી. જે સગાંઓ કાંકરાની જેમ ખૂંચતા હોય, તેમને બદલવા નહિતર લોભમાં પડી જૂની છત્રીમાં બે કાણાં હોય, ને બદલાવીએ તો વળી નવી છત્રી ખૂલે જ નહિ તો શું થાય? આખા ભીંજાઈ જઈએ. બીજી એક સલાહ. ફક્ત ધનિક કે લાગવગ ધરાવતાઓની રખે પસંદગી કરતા જેમની શકિત હોય ને ભત્રીજા-ભાણેજોને મદદ કરવાની વૃ્ત્તિ પણ હોવાં જોઈએ. બંનેનો સમન્વય ધરાવતાની પસંદગી કરવી. તમારાથી નાનાં જ તમારું શોષણ કરે છે, એવું નથી. કાકાની દીકરીના લગ્નમાં જવાનું આમંત્રણ આવે, ત્યારે યાદી મળે. "કનુનાં લગ્નમાં નીચેની વસ્તુઓ લાવજે. તારો પગાર સારો છે. તને કામ સોંપાય તારાથી વીસ વર્ષ મોટો છું." આ જીંદગીમાં કાકાને વયની દોડનાં પકડી શકું તેમ નથી. એને ભત્રીજા બનાવાય નહિ. વ્હાલાઓનું એવું છે કે એક વખત હોય, તો બીજે પ્રસંગે નાયે હોય. પણ સગાં તો દરેક પ્રસંગે ભટકાવાના જ. એટલે વ્યવહાર ના કરીએ વો મોં બતાવવું, ભારે પડે. વહાલાં વેરી બની વિદાય લે, પણ સગાંઓને એવી તક સાંપડતી નથી. સગાંઓના ગેરવર્તનને કારણે તમે એને બદલવા માંગો, તેતો જાણે સમજ્યા પરંતુ વિકટ પરિસ્થિતિ સર્જાય, જ્યારે એ તમારા નામને બટ્ટો લગાડે. "આ પેલી બેંકમાંથી બે લાખની ઉચાપત એણે કરાલી તે આપના ભાણેજ થાય?" કોઈ જ કારણ વગર બદનામી. કયારેક તમારી પ્રમાણિકતાનો ગેરલાભ લેતાં પણ સગો અચકાય નહિ. બધું રંધાઈ જાય, પછી મિત્ર ગુસ્સે થાય. "તમારા કાકાનો દીકરો છે. એ જાણીને પૈસા ધીર્યા ને છેતરાયો." પછી છાપામાં જાહેર ખબર આપવી પડે. "આ ભાઈ સાથે અમારે કોઈ સંબંધ નથી. એના કોઈ જ આર્થિક વ્યવહાર માટે અમો જવાબદાર નથી." પેઢીમાં કામ કરતો હોય તો છપાયઃ "આ ભાઇને પેઢીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. પેઢીને એની સાથે કોઈ સંબંધ નથી. પણ સગા ભાઈ માટે આ જાહેર ખબર ના આપી શકાય." "આ મારા ભાઈ સાથે મારે કોઈ સગપણ થતી. એ વાત કાકા બરોબર જાણતા હોય છે. તેથી મૂંગા રહેવું પડે છે.પણ જો કાકા બદલવાની સગવડ હોત, તો ‘હવે તમે કાકા રહ્યા નથી હવે નવા શોધ્યા છે. એવું કહેવામાં કેટલી મઝા પડત.’ ‘પહેલો સગો પાડોશી’ કહેવાય છે ને મુંબઈમાં યે જીવનમાં બે ત્રણ પાડોશીઓ બદલાય જ છે જો આ છૂટ હોય, તો કાકા બદલવાની છૂટ કેમ ના આપી શકાય? જન્મ જાત સગાંઓ સરકારી નોકરો જેવાં કાયમી છે. કામચલાઉ વ્યકિતઓને નોકરીમાંથી ફેંકાઈ જવાનો ડર કાયમ રહે છે. સગાંઓ ભયરહિત હોય છે. વહાલાઓ ભયસહિત જીવે છે. આમ તો કયારેક પણ કાગળ ફોન રા સંબંધ રાખતાં ના હોય પણ તમારે ત્યાં પ્રસંગ પર આમંત્રણ ના મળે તો તરત જ ભવાં ચડે, કહેશે. "એની મા મારી સગી માસીની દીકરી થાય. મને આમંત્રણ સાથે ખાસ કાગળ લખવો જોઈએ." આમ આડાઈ કરી, લગ્નમાં આવે નહિ, તમારો સારો અવસર બગાડે નો એવે જ વખતે સગપણ સિધ્ધ કરવા માંગે. આવા સગાંઓથી છૂટાછેડા લેવાની કાનૂની વ્યવસ્થા હોવી જોઈએઃ સમાજ પણ એની જ તરફ કહેશે. "માસી જેવી માસીના ઘેર લગ્નના આમંત્રણ નહિ. આગ્રહ નહિ. જુદો કાગળ નહિ." દરેક ઘરમાં લગ્નના આમંત્રણની યાદીમાંથી કદાચ ચોથા ભાગના એવા હશે, કે જેને આમંત્રણ આપવાની ઈચ્છા જ નહિ હોય. જોકે થોડાક ફાયદા પણ છે. શરમે શરમે પણ મારા પિતાના માસીના દિકરાના દિકરાએ ચાંલ્લો મોકલવો પડે. જીવનસાથી છોડવાની ધમકી આપી શકે છે. પણ ‘નવા ભાઈ કે બહેન શોધી લઈશ’ એવું કંઈ કહેવાય? જો કહેવાતું હોત તો એ લોકો વધારે સારી રીતે વર્તી શકે. પણરખે માનતા કે વહાલાંઓ તમને સુખી જ કરી નાંખત. પ્રિયતમાંથી પત્ની કાયદેસરની સગી બને છે ને પછી પરચો બતાવવા માંડે છે. જો કે ‘જો’ અને ‘તો’ તેરમણ વજનના છે. એટલે કહેવું પડે કે, ‘છે તેજ ઠીક છે.’ મનમાં ગણગણવું ‘જે ગમે જગતદેવ જગદીશન તે તણો ખરખરો ફોક કરવો. |
No comments:
Post a Comment