Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

આજની દુનિયામાં હવે સીધી-સરળ વ્યક્તિનું કોઈ કામ નથી



હાલની જે સમાજવ્યવસ્થા છે, જે આર્થિક-સામાજિક યંત્રણા છે તેમાં હવે કોઈ સરળ અને સીધી વ્યક્તિનું કોઈ કામ નથી. આજે સીધો માણસ તો ફેંકાઈ જાય તેવું વાતાવરણ છે. તેને બદલે બદમાશ, ગુંડો અને સાવ નાલાયક માણસ હોય તે ફાવી જાય છે. રાજકારણમાં, સમાજમાં, વેપારી વર્તુળમાં કે સોસાયટીમાં જો સીધી - સજ્જન જેવી વ્યક્તિ હશે તો તેનું કંઈ જ ઊપજતું નહીં હોય! હાલતા જતા માણસો તેને ઠેબે ચડાવતા હશે!! જાણે કે તેવી વ્યક્તિની કોઈ જ ‘ન્યૂસન્સ વેલ્યૂ’ નથી તેમ સમજીને તેને એક ખૂણામાં ધકેલી દેવાશે!! પરંતુ સીધી વ્યક્તિ જો આડી થશે તો શું થશે? સમાજનું ધનોતપનોત નીકળી જશે!! આજે માઓવાદીઓ, નક્સલવાદીઓ જે કંઈ કરે છે તે વિષમ આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિને કારણે છે. તેઓ ક્યારે છેલ્લી પાટલીએ બેસી જશે તેનું કોઈ ટાઈમ-ટેબલ નથી. જે સમાજમાં હિંસાનું પ્રભુત્વ વધે છે તેનો વિનાશ થાય છે. કોઈને મારામારી, ઊંચા અવાજે બોલવું તેમ જ વિરુદ્ધમાં વિચાર પ્રગટ કરવાનું બને તે સમાજની નિષ્ફળતા છે. સમગ્ર સમાજે અને તેમને નેતૃત્વ આપનારે વિચારવાનું રહે છે કે આવું કેમ બને છે? કીડીના પગમાં ઝાંઝર વાગે તે નેતૃત્વ આપનારને સંભળાવા જોઈએ તેનું નામ સાતિ્ત્વકતા કહેવાય - બાકી સાંભળ્યું નહીં સાંભળ્યું કરનારા ઘણા છે. પોતાનું ઘર ભરાય એટલે બાજુમાં કોણ સુખી કે દુઃખી છે તેની દરકાર નહીં કરનારાએ એક દિવસ ખુરશી ખાલી કરવી પડે છે.

No comments:

Post a Comment