ધાર્યું કરવા માટે ઈચ્છા અનેક વાર કરી હોવા છતાં બીજાના ધાર્યા પ્રમાણે જીવવું પડે છે ખરું? મનમાં એવી લાગણી થયા કરે છે કે કોઈ જો જરાક હાથ આપે તો મારા માટે કેટલું સારું? પણ અહીંયા તો શાશ્વત નિયમ છે કે સૌએ પોતાનો રસ્તો પોતે કાઢવો પડે છે. અશક્યને શક્ય કોઈનો સાથ તો પછી બનાવે છે, સૌથી પહેલાં બનાવે છે પોતાનો નિર્ધાર. ધારો કે મુંબઈમાં નસીબ અજમાવવા આજે પાંચસો લોકો આવ્યા છે. તેમાંથી સૌનું નસીબ ચમકવાનું નથી એ દેખીતું છે. પણ જેમનું ચમકશે તેમાંના ઘણાં એવા હશે જેમની પાસે આ શહેરમાં છાપરું પણ નહીં હોય. કેવી રીતે એ લોકો પોતાનો રસ્તો બનાવી શકવાના છે? જાતે સંઘર્ષ કરીને. પહેલાં પોતાના પર વિશ્વાસ રાખીને, પછી મહેનત કરીને મળે તેનો સાથ લઈને. મદદ મળવી એ અપેક્ષિત પણ મદદ મળ્યા વિના આપણાથી કશું થઈ શકવાનું નથી એ ડર સાવ પોકળ. પ્રયત્નો કરવામાં પાછીપાની થાય, થશે કે નહીં, સાથ મળશે કે નહીં એની ચિંતામાં સમય વેડફાતો જાય, તો ક્યારેય આરો આવતો નથી. ધાર્યું કરવું છે તો ધારી લીધા પછી આગળ વધો. ધાર્યાને હકીકત બનાવવાનો ભેખ ધરી નાખો. કોણ સાથે, કોણ સામે એ બધી વાતો ક્યાંય વચ્ચે આવવી જોઈએ નહીં. માણસનો ભગવાન એનો જાત પરનો ભરોસો છે. માણસનો શત્રુ એની સ્વ પરની શંકા છે. આ બેમાંથી કોની પૂજા કરવી એ જાતે નક્કી કરવાનું છે. એટલું જ નક્કી કરવામાં જન્મારો શા માટે વેડફો છો?
રામને સમજવા તો જન્મારો જાય પણ વાત આજે હું રાવણની કરવાનો છું ઼ બાળપણથી ને રાક્ષસો બહુ ગમતા હતા. એનું એક માત્ર કારણ એ હતું કે એ લોકો ભગવાનની કઠણ માં કઠણ ભકિત કરતા અને પછી ભગવાન જેવા ભગવાનને પડકાર ફેંકી સકતા હતા. મને થતું કે જો ભગવાન મદદ કરવા ના આવે તો પ્રહલાદ નું શું થાત? સીતાનું શું થાત? દેવકીનું શું થાત? મજબુત મનોબળવાળા રાક્ષસો ની તાકાત અને અવીરત કામ કરવાની ટેવ થી ખુદ ભગવાન પણ વાકેફ હોય છે. પણ જયારે પાણી સપાટી વટાવી જાય ત્યારે ત્રીજુ નેત્ર પણ ખોલવું પડે છે.
પોતાની ભકિતના મદ માં મસ્ત રાવણજયારે કૈલાશ પવૅત ઉપાડવાની કોશીષ કરી બેઠો ત્યારે ભગવાન શંકરાના એક અંગુઠે એ ચગદાઇ ગયો હતો. ઇશ્ર્વરનું સતત સ્મરણ જો તમને અહંકાર તરફ લઇ જતો હોય ત્યારે ખુદ ઇશ્ર્વર તમને રોકે છે અને જો એ વૃત્તિ રાક્ષસી હોયો તો વિનાશ એ પોતેજ કરી લે છે.
ભારતીય સંસ્કૃતિમાં જેટલા રાક્ષસો પેદા થયા છે એ બધા હિંદુ, વેદાંતીજ હતા. કોઇ રાક્ષસ મુસલમાન કે ખ્રીસ્તી કે યહુદી નહતો. શિવ ભકત રાવણ હિંદુ હતો. એણે લખેલી શિવઆરાધના આજે પણ લોકો રોજ સવારે શિવ મંદિરમાં ગયા છે અને કોઇ રામ નો ભકત એને ખરાબ નથી કહેતો. ખુદ રામે રામેશ્ર્વર મા શિવલીંગની સ્થાપના કરીને શિવભકત રાવણનો વિનાશ કરેલો એ હકિકત ના હોય તો પણ સમજવા જેવી છે.
સેતુ એટલે શું? મુઢ પ્રજા જયારે વેદાંતને સમજીના શકે ત્યારે ખુદ ઇશ્ર્વર દ્રષ્ટાંત બનીને જીવતો હોય છે. એ જીવંત ગાથાને લોકો ધમૅ સમજી બેસે તો એમા ભગવાનનો દોષ નથી.
ખરાબ કામ કરનારા લોકો એકલા અટુલા ટાપુ જેવા હોય છે. ચારે બાજુ સંસારનો મહાસાગર હોય છે. અને એમા પેલી સુરસા માયાની જેમ ટાપુની ચારે તરફ રહેતી હો છે. આવા એકલા પડી ગયેલા પામરજીવને ઉગારવા માટે જે સેતુ બાંધે તે રામ.
હકિકત છે કે જે સમજી નથી સકતો એજ સમજાવે છે....આજે આવા કેટલાક લોકો અહંકારના ટાપુ પર એકલા બેઠા છે. એવા લોકોને ભારતના મુખ્ય પ્રવાહમા સમાવી લેવા માટે એક સેતુ બનાવવો જરુરી છે. અને એ સેતુ એટલેજ રામનો સેતુ. ભગવાન ભૌગોલિક અને યોનીથી પર છે માટેજ ભગવાનને કોઇ એક ચોકકસ સ્થાન પર શોધવો ખુબ અઘરો છે. જે સચરાચર છે એને માણસ એની લઘુતાગ્રંથીમાં ગુંગળાવી નાખવાની કોશીષ કરે છે અને માટેજ એ ખાલી ફુગ્ગા જેવો અહંકારની હવામાં મસ મોટો થવા લાગે છે.
‘શાદૃલ ધ્વનિ
ખુદ રામે અયોધ્યા ડુબાડી......ખુદ કૃષ્ણે ધ્વારકા.....કાયૅ પૂણૅ થયા પછી શાને રાખવી શાખા.
ઇશ્ર્વર ગણો કે વાતૉ અંતે તો આપણે એજ કરીએ છીએ જે આપણને ગમતું હોય. બીજા ને ગમાડવાનો ડોળ બહુ સહેલો હોય છે પણ પોતાને સારુ લાગે એટલા માટે કરેલો ડોળ એક બીમારી છે. એનાથી મોટી બીમારી હું લોકો માટે સારુ કરુ છું તે છે. રામ નામને લોકો વાતૉ ગણતા હોય તો એ વાતૉ રોજની છે. અને રામને જે લોકો ઇશ્ર્વર ગણતા હોય તે રામ પોતે માના પેટે પેદા થયેલો માણસ જ હતો. માણસ માથી રામ થવું બહુ કપરી ક્રિયા છે. બહુ ઓછા લોકો છે કે જેમને સમજ પ ડે છે કે રઘુકુળ રીત એટલે શું?
જેમ પોતાના અવગુણોને બાજુપર મુકિને ગરીબ સ્ત્રીને લોકો પથ્થર મારતા હોય ત્યારે એક વાત યાદ રાખવા જેવી છે કે એ પથ્થર ની ઠેસ કયારેક આપણને પણ લાગશે.
જેમ પોતાના અવગુણોને બાજુપર મુકિને ગરીબ સ્ત્રીને લોકો પથ્થર મારતા હોય ત્યારે એક વાત યાદ રાખવા જેવી છે કે એ પથ્થર ની ઠેસ કયારેક આપણને પણ લાગશે.
રામને સમજવા તો જન્મારો જાય પણ વાત આજે હું રાવણની કરવાનો છું ઼ બાળપણથી ને રાક્ષસો બહુ ગમતા હતા. એનું એક માત્ર કારણ એ હતું કે એ લોકો ભગવાનની કઠણ માં કઠણ ભકિત કરતા અને પછી ભગવાન જેવા ભગવાનને પડકાર ફેંકી સકતા હતા. મને થતું કે જો ભગવાન મદદ કરવા ના આવે તો પ્રહલાદ નું શું થાત? સીતાનું શું થાત? દેવકીનું શું થાત? મજબુત મનોબળવાળા રાક્ષસો ની તાકાત અને અવીરત કામ કરવાની ટેવ થી ખુદ ભગવાન પણ વાકેફ હોય છે. પણ જયારે પાણી સપાટી વટાવી જાય ત્યારે ત્રીજુ નેત્ર પણ ખોલવું પડે છે.
પોતાની ભકિતના મદ માં મસ્ત રાવણજયારે કૈલાશ પવૅત ઉપાડવાની કોશીષ કરી બેઠો ત્યારે ભગવાન શંકરાના એક અંગુઠે એ ચગદાઇ ગયો હતો. ઇશ્ર્વરનું સતત સ્મરણ જો તમને અહંકાર તરફ લઇ જતો હોય ત્યારે ખુદ ઇશ્ર્વર તમને રોકે છે અને જો એ વૃત્તિ રાક્ષસી હોયો તો વિનાશ એ પોતેજ કરી લે છે.
ભારતીય સંસ્કૃતિમાં જેટલા રાક્ષસો પેદા થયા છે એ બધા હિંદુ, વેદાંતીજ હતા. કોઇ રાક્ષસ મુસલમાન કે ખ્રીસ્તી કે યહુદી નહતો. શિવ ભકત રાવણ હિંદુ હતો. એણે લખેલી શિવઆરાધના આજે પણ લોકો રોજ સવારે શિવ મંદિરમાં ગયા છે અને કોઇ રામ નો ભકત એને ખરાબ નથી કહેતો. ખુદ રામે રામેશ્ર્વર મા શિવલીંગની સ્થાપના કરીને શિવભકત રાવણનો વિનાશ કરેલો એ હકિકત ના હોય તો પણ સમજવા જેવી છે.
સેતુ એટલે શું? મુઢ પ્રજા જયારે વેદાંતને સમજીના શકે ત્યારે ખુદ ઇશ્ર્વર દ્રષ્ટાંત બનીને જીવતો હોય છે. એ જીવંત ગાથાને લોકો ધમૅ સમજી બેસે તો એમા ભગવાનનો દોષ નથી.
ખરાબ કામ કરનારા લોકો એકલા અટુલા ટાપુ જેવા હોય છે. ચારે બાજુ સંસારનો મહાસાગર હોય છે. અને એમા પેલી સુરસા માયાની જેમ ટાપુની ચારે તરફ રહેતી હો છે. આવા એકલા પડી ગયેલા પામરજીવને ઉગારવા માટે જે સેતુ બાંધે તે રામ.
હકિકત છે કે જે સમજી નથી સકતો એજ સમજાવે છે....આજે આવા કેટલાક લોકો અહંકારના ટાપુ પર એકલા બેઠા છે. એવા લોકોને ભારતના મુખ્ય પ્રવાહમા સમાવી લેવા માટે એક સેતુ બનાવવો જરુરી છે. અને એ સેતુ એટલેજ રામનો સેતુ. ભગવાન ભૌગોલિક અને યોનીથી પર છે માટેજ ભગવાનને કોઇ એક ચોકકસ સ્થાન પર શોધવો ખુબ અઘરો છે. જે સચરાચર છે એને માણસ એની લઘુતાગ્રંથીમાં ગુંગળાવી નાખવાની કોશીષ કરે છે અને માટેજ એ ખાલી ફુગ્ગા જેવો અહંકારની હવામાં મસ મોટો થવા લાગે છે.
‘શાદૃલ ધ્વનિ
ખુદ રામે અયોધ્યા ડુબાડી......ખુદ કૃષ્ણે ધ્વારકા.....કાયૅ પૂણૅ થયા પછી શાને રાખવી શાખા.
No comments:
Post a Comment