Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા



પ્રાથમિક (પ્રાઇમરી) પદ્ધતિઃ

રાજકીય પ્રશ્નો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા એ આપણી વર્તમાન રાજકીય પરિસ્થિતિનું એક અસ્વસ્થ અંગ ગણી શકાય. ચૂંટણી સમયે મહત્ત્વના રાજકીય પક્ષો અને ખાસ કરીને સત્તાધારી પક્ષ વતી ઊભા રહેવા માટે ઉમેદવારોની પડાપડી થતી હોય છે. અરજીપત્રોનો જાણે ધોધ વહેતો હોય છે! પક્ષ તરફથી ઉમેદવારો નક્કી કરનાર સુત્રધારો પર પોતાનો પ્રભાવ પાડવા કે સિફારિશ લાવવા જાતજાતના ઉપાયો અજમાવાય છે. પક્ષના મોવડીમંડળ માટે પણ આ બધા ઉમેદવારોની ચૂંટણી લડવાની લાયકાત કે પ્રમાણ નક્કી કરવા માટે ટૂંક સમયમાં નિર્ણય લઇ પસંદગી કરવી એ કપરું કામ છે. કેટલીય વાર આ વડાઓ પોતે પણ અંદરોઅંદર પોતાના વ્યૂહને અનુકૂળ થાય તે રીતે પોતાના વફાદાર ટેકેદારો કે જી-હજુરિયાઓને ટિકિટ આપવા તત્પર હોય છે. સત્તાલોલુપ પક્ષના નેતાઓ પોતાની રાજકીય સત્તા વધુ વિસ્તરે તે માટે અંદરોઅંદર દગો, ધાકધમકી, પ્રપંચ વગેરે અનેકવિધ શસ્ત્રો અજમાવતા પણ અચકાતા નથી. ચૂંટણી પછી પોતાના માણસો ચૂંટાય તો મુખ્યપ્રધાન કે વડાપ્રધાન તરીકેની પોતાની કે પોતાના ટેકેદારની સ્થિતિ કેટલી સુદઢ બનશે તે જોવું એ એમનું મુખ્ય ધ્યેય બની જાય છે. આ બધી રમતોમાં લાયક ઉમેદવારો ઘણીવાર બાજુએ રહી જાય છે. અને વગ ધરાવતા ‘ચમચાગીરી’ કરવા તૈયાર ઉમેદવારો ટિકિટ મેળવી ચૂંટાઇ આવે છે. ઘણી વાર ઉમેદવારની પોતાની અથવા યેન કેન કારણે ફંડફાળો ભેગા કરવાની શક્તિ પણ તેની ટિકિટ મેળવવા માટેની ‘લાયકાત’ ગણાય છે. આ ઉમેદવારોની પસંદગી પર પક્ષના વડાઓમાં પણ ઘણીવાર અંદરોઅંદર તીવ્ર મતભેદ જાગે છે. પક્ષના ભંગાણના શ્રીગણેશ પણ અહીંથી જ મંડાય છે. પોતાને ટિકિટ નહીં મળતા ઘણા ઉમેદવારો પક્ષ છોડી જાય છે અને અપક્ષ રીતે ઊભા રહે છે યા તો બીજા પક્ષમાં જોડાતા અચકાતા નથી. બીજા અસંતુષ્ટ ઉમેદવારો સાથે મળીને પણ કોઇવાર તેઓ નવો પક્ષ પણ રચે છે. જો ચૂંટાઇ આવે તો તેઓ પક્ષાંતરબાજીના મુખ્ય પ્યાદા પણ બની રહે છે. તેઓ સાટું વળવા ટાંપીને બેઠા હોય છે અને પોતાનો હિસાબ ચુકવવા હાથ આવેલી કોઇ તક ગુમાવતા નથી. આપણે ત્યાની પદ્ધતિમાં ઉપર જણાવ્યા પ્રમાણેના સર્વે અનિષ્ટોની સરખામણીમાં અમેરિકાએ અપનાવેલી પદ્ધતિ ઘણી જ નિરાળી છે અને તેમાં ઘણાં નોંધવાલાયક અંગ છે. પક્ષના ઉમેદવારોની પસંદગી મોટે ભાગે જનમતના આધારે કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉમેદવારની લોકપ્રિયતા નક્કી કરવા પક્ષ દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે. રાજ્યના ગવર્નર અને પ્રમુખના હોદ્દા માટે પણ દરેક માન્ય રાજકીય પક્ષને આ પ્રકારની ચૂંટણી યોજવી ફરજિયાત છે. ચૂંટણીમાં સૌથી વધારે મત મેળવનારને પક્ષની ટિકિટ આપવામાં આવે છે. આ પદ્ધતિથી પક્ષના વડાઓની વગના બળે ટિકિટ મેળવવાની તક આપોઆપ ઓછી થવા પામે છે. ટિકિટની ફાળવણી માટે પક્ષમાં થતી અથડામણો પણ ઘટે છે. લાયક ઉમેદવારોને પક્ષના ભ્રષ્ટાચારી આગેવાનોની પકડમાંથી બચાવવાના હેતુથી અને મતદારોને પોતાને ઉમેદવારોની પસંદગી કરવાની તક મળે તે હેતુથી આ પ્રકારની પ્રાયમરી ચૂંટણીપ્રથા અમલમાં આવી હતી. આ ચૂંટણીમાં મતદાન સામાન્ય ચૂંટણીની જેમ ગુપ્ત રીતે થાય છે. આ પદ્ધતિને એક રીતે ‘લઘુ-ચૂંટણી’ તરીકે ગણાવી શકાય. માન્ય રાજકીય પક્ષો દ્વારા યોજાતી આ ચૂંટણીઓનો વહીવટ સામાન્ય ચૂંટણીની જેમ રાજ્ય દ્વારા કરવામાં આવે છે. પ્રાયમરી પદ્ધતિમાં પક્ષના ઉમેદવાર નક્કી કરતી વખતે ચૂંટણી યોજવી પડતી હોવાથી આપણી પદ્ધતિ કરતા એ ખર્ચાળ જરૂર છે પણ એના સમગ્ર લાભો જોતા આ ખર્ચનું વળતર પણ મળી રહે છે. એ નિર્વિવાદ છે કે કોઇ પણ પક્ષ માટે ઉમેદવારો નક્કી કરતા પહેલા એની લોકપ્રિયતા જાણવી ખૂબ જરૂરી છે. પ્રાયમરી પદ્ધતિને એ માટે યોગ્ય માપદંડ ગણાવી શકાય. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતે પણ શંકાસ્પદ રીતરસમોનો આશરો લઇને ટિકિટ મેળવવા કરતા આ રીત વધુ પસંદ કરે. આ પદ્ધતિનો એક બીજો ફાયદો એ પણ થાય છે કે લાયકાત અને લોકપ્રિયતા ધરાવતા ઉમેદવારોને પક્ષે સામેથી અનુમોદન આપવું પડે. લોકશાહીની વ્યાખ્યા ‘લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકાર’ આપવામાં આવી છે. ખરા અર્થમાં રાજકીય પક્ષના ઉમેદવારો પણ લોકો દ્વારા જ નક્કી થાય તો જ તેનો અર્થ સાર્થક થયેલો ગણાય. આ પાયાનું સત્ય અમેરિકાએ અપનાવેલી લોકશાહીમાં ખરા અર્થમાં સાકાર થયું છે.

----

સેતાન ઇબ્લીસના સાથી આજે પણ છે આપણી વચ્ચે

મુખ્બિરે ઈસ્લામ - અનવર વલિયાણી

ઇસ્લામના આખરી પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વસ્સલ્લમ્ સમક્ષ એક વેળા સેતાન ઇબ્લીસ ઉપસ્થિત થયો ત્યારે પયગંબર સાહેબે સહાબીઓ (સાથીઓ)ની હાજરીમાં એ મરદુદ સેતાનને પૂછેલા અને તેમાંથી તેણે આપેલાં કેટલાક સવાલોના જવાબો આજના ગળાકાપ યુગમાં મોમિનોને બોધરૂપ બની રહેવા પામશે.

નબીએ કરીમ સમક્ષ સેતાને સૌ પ્રથમ પોતાના દુશ્મનોની સૂચિ રજૂ કરી તેનું વર્ણન આ પ્રમાણે પેશ કર્યુંઃ મારા સૌથી પહેલા દુશ્મન આપ હઝરત પોતે છો અને સાથે આપના સહાબી-સાથીઓ પણ, કારણ સ્પષ્ટ છે જો આપ તેમજ આપની અહલુલ બૈયત આ દુનિયામાં આવતે જ નહીં તો મારું મિશન તદ્દન કામિયાબ નીવડત. જગતમાં એકપણ વ્યક્તિ ઇમાનવાળી નહોત, પરંતુ આપ હઝરતે દીને હક્ક ઇસ્લામને આ દુનિયામાં લઇ આવ્યા અને આપની ઉમ્મતને અલ્લાહનો સંદેશ પહોંચાડી ઇમાનવાળા બનાવ્યા.

મારો બીજો દુશ્મન છે ઇન્સાફથી રાજ્ય કરનાર હાકેમ, કે જે રાષ્ટ્રમાં સંપૂર્ણ રીતે ન્યાયપૂર્વક રાજ્યનો વહીવટ સંભાળે છે. મારો ત્રીજો દુશ્મન એ દૌલતમંદ-માલદાર બંદા છે જે અહંકાર નથી કરતા અને પોતાની જાત કરતાં આસપાસના નબળા અને હાજતમંદોને કમજોર નથી લેખતા, નીચો નથી સમજતાં. મારો ચોથો દુશ્મન એ વેપારીઓ છે. પાંચમો દુશ્મન એ આલીમેદીન (ધર્મનું જ્ઞાન આપનાર) જ્ઞાની છે જે ખૌફેખુદા-રબને નજર સામે રાખીને જ બોલે છે અને તેનું પાલન પણ કરે છે. છઠ્ઠો દુશ્મન એ ખાસ મોમિન (એક સાચો મુસલમાન) છે જેના અમલ દ્વારા બીજા લોકો રાહેરાસ્તે-નેક માર્ગ પર આવતા રહે છે, જે હલાલ અને હરામ વચ્ચેના ભેદનું જ્ઞાન આપે છે. સાતમો દુશ્મન એ છે જે હરામ ચીજો વિશે સાંભળતો સુદ્ધાં નથી તેમજ તેના તરફ જોતો નથી કે હરામ વસ્તુઓ ખાતો પણ નથી હોતો. આઠમો દુશ્મન એ મોમિન છે કે જે પોતાને તન-મનથી પાક-સાફ રાખે છે. નવમો દુશ્મન એ છે જેનું હૃદય વિશાળ છે તેમજ અલ્લાહના દાખવેલા માર્ગ પર પોતાની માલોદૌલત ખર્ચ કરતો રહે છે. આપ રસૂલે કરીમે મરદુદ શેતાનને તેના દોસ્તો કયા કયા છે તે અંગે જણાવવા હુકમ કર્યો ત્યારે સેતાન ઇબ્લીસે આપને તેના પરમમિત્રોની સૂચિ આ પ્રમાણે વર્ણવીઃ રાજ્ય વહીવટ કરનારા જાલિમ નેતાઓ મારા નીકટના દોસ્ત છે. ઉપરાંત એ વ્યક્તિઓ જેઓ નિંદા-ગીબત કરે છે અને બીજાના ઐબ ઉઘાડા પાડે છે, એ લોકો જેઓ અફવા ફેલાવે છે, ઉશ્કેરણી કરે છે જેનાથી ફસાદ, લડાઇ-ઝઘડા ફેલાય, કુસંપ અને દુશ્મની વધવા પામે તેઓ પણ મારા પરમમિત્રોમાં સામેલ છે. એ દૌલતમંદ-માલદાર લોકો કે જેઓ પોતાની દૌલતનો અહંકાર-અભિમાન જતાવે છે, હાજતમંદો-ગરીબોને સહાય કરવાના બદલે અપમાનિત કરી, તતડાવીને કાઢી મૂકે છે, કારણ વગર ઇજા પહોંચાડી કતલ કરે છે, અમાનત પચાવી પાડી યતીમનો માલ હજમ કરી જાય છે, દુન્યવી જીવનને આખેરત (મૃત્યુલોક)ના બદલામાં વધુ પ્રાધાન્ય આપે છે. જિંદગી જીવી લેવાની ઉમ્મીદ-આશા સેવે છે તેમજ અલ્લાહ પાસે પોતાની મગફેરત-છૂટકારા માટે ઘણું મોડું કરે છે, જે લોકો જાદુ અને મંત્રતંત્ર દ્વારા વેર વાળે છે-એમાં જે લોકો સહભાગી થાય છે તેઓ અને એવાં બીજા દરેક અમાનવીય કૃત્યો આચરનારા મારા સદાના અંતરંગ સાથી-સંગાથીઓ છે.

ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા

પ્રમુખીય લોકશાહી

No comments:

Post a Comment