આંગણની તુલસી - અવંતિકા ગુણવંત
ગીતાબહેન એમને ત્યાં રસોઈ કરવા આવતા શારદાબાને જોઈ રહ્યાં છે, વિચારે છે, આ શારદાબાના માથે ખાસ વાળ રહ્યા નથી, ગાલ બેસી ગયાં છે, ચહેરા અને હાથ પર કરચલીઓ જ કરચલીઓ છે વળી હાથ પર નસો દેખાય છે જે એમની શારીરિક નિર્બળતા સૂચવે છે છતાં રોજેરોજ તેઓ સમયસર રસોઈ કરવા આવી જાય છે. ઠંડી હોય કે ગરમી હોય કે વરસાદ હોય એમને આવવામાં કદી મોડું નથી થયું. તેઓ કદી થાકેલા નથી હોતા કે ચિંતામાં નથી હોતા. કંટાળાની તો કદી ફરિયાદ નથી કરતા. જ્યારે જુઓ ત્યારે હેતપ્રેમથી છલકાતા અને હસતા બોલતા, ઊર્જાથી ઊભરાતા હોય છે.
પોતાના ઘરનું કામ કરવું અને બીજા બે ત્રણ ઘેર રસોઈ કરવા જવું, આવી એકધારી, નાવીન્યશૂન્ય દોડધામવાળી જિંદગીથી એ અકળાઈ નહીં ઊઠતા હોય? જે જે ઘેર એ રસોઈ કરવા જાય છે એ બધી શેઠાણીઓનાં મો સાચવવાનાં, એમની મરજીનું પાલન કરવાનું આવી તાબેદારીની જિંદગીમાંય એ શી રીતે હસતાં રહી શકતાં હશે? પોતાની જિંદગી માટે નથી એમણે કદી ફરિયાદ કરી કે નથી નિસાસો નાખ્યો. શરીર અને મનની સ્ફૂર્તિ જળવાય એવી ઊર્જા ક્યાંથી એમને મળતી હશે?
ગીતાબહેને પૂછ્યું, ‘હેં શારદાબા, તમને કેટલા વરસ થયાં?’
‘પંચોતેર’ સાવ સ્વાભાવિક અવાજે શારદાબાએ જવાબ આપ્યો.
‘આ ઉંમરે આટલું બધું કામ કરવાનો તમને કંટાળો નથી આવતો?’
‘કંટાળો શું કામ આવે? જીવીએ ત્યાં સુધી કામ તો કરવું જ જોઈએને! હું તો ભગવાનને કહું છું, જીવું ત્યાં સુધી મારા હાથપગ સાબૂત રાખજે.’ મારે કરવા દહાડો આવજો પણ કોઈની પાસે મારું કરાવવા દહાડો ના આવશો.’
‘હું તો તમારાથી ક્યાંય નાની છું પણ મને તો અમારી રસોઈ કરવાનો કંટાળો આવે છે. મને તો છાપાં, મેગેઝિન, પુસ્તકો વાંચવા બહુ ગમે, વાંચીએ તો આપણને કંઈ નવું જાણવા મળે. તમે તો આખો દિવસ એનાં એ કામ ઢસડો છો, તમને નવું જાણવાનું મન ના થાય? બહાર ફરો તો બહારની દુનિયાને જાણો. આપણી જાણકારી વધે, બુદ્ધિ વધે.’
શારદાબા બોલ્યાં, ‘બહેન, હું તો સમજણી થઈ ત્યારથી કામ કરતી આવી છું મારી બા, મારા સાસુ બધાં ઘરના અને બહારનાં કામ કર્યા કરતાં. કોઈ બનીઠનીને કારણ વગર બહાર ફરવા જતું નહીં હા, મંદિરે દર્શન કરવા વારતહેવારે જઈએ. બાકી તો કામ, કામ ને કામ જ કરવાનાં હોય. કામ કરવાનો કંટાળો કદી ના હોય, હાથપગમાં તાકાત છે તો કામ થાય છે ને!’
ગીતાબહેન બોલ્યાં, ‘તમારા બા તથા સાસુના જમાનામાં બધાં કામ જ કરતાં હતા પણ હવે સમય બદલાયો છે, પુરુષ અને સ્ત્રી કોઈપણ કામ વગર બહાર બાગબગીચામાં, દરિયાકિનારે, નદી કિનારે, પહાડ, પર્વત પર મનની ખુશી ખાતર ફરવા જાય છે. કોઈપણ કામ વગર, કારણ વગર બહાર ખુલ્લી હવામાં જઈને બેસવામાંય મઝા આવે, મન પ્રસન્ન થઈ જાય છે. અમારા બા તથા સાસુય વિનાકારણે ફરવા ન હતા નીકળતાં પણ અમે જઈએ છીએ ને! બહાર નીકળીએ તો ફ્રેશ થઈ જવાય. ‘બહેન તમે બધાં તો સુંવાળી જાતના ઊંચી વરણનાં કહેવાઓ. અને અમે તો ટપલા ખાતા ખાતાં મોટા થયાં છીએ. અમને તમારી જેમ થાક ના લાગે કે કંટાળોય ના આવે. અમારું મન કાયમ ખુશ જ રહે છે. ‘ખુશ થવા બહાર ના જવું પડે.’
શારદાબાની વાત સાંભળીને ગીતાબહેનને થયું અમને બહારથી જે કંઈ મળે છે એ સુખ જેવું દેખાય છે પણ એ સુખ નથી. અમે ભ્રમણામાં જીવીએ છીએ. ગીતાબહેનના મનમાં પ્રશ્નોની હારમાળા ફૂટી, એમણે શારદાબાને પૂછ્યું ‘પરંતુ અમને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે ફરતાં જોઈને તમને કદીય એવું નથી થતું કે અમને ક્યારે આવો આરામ મળશે? તમને અમારી અદેખાઈ નથી આવતી?’
‘અદેખાઈ શું કામ આવે? અને આરામને શું કરવો છે? આરામથી તો શરીરને કાટ લાગે. નવરા પડીએ એટલે ટોળે વળીને કોઈની નિંદા કરીએ કે પારકી પંચાત કરીએ, વાંધાવચકા પાડીએ ને કોઈ વાર તો ઝઘડી પડીએ. ઘેર બેસીને મગજ બગાડવા કરતાં તો કામ કરીને બે પૈસા ના કમાઈએ?’ શારદાબા બોલ્યાં.
ગીતાબહેને પૂછ્યું ‘શારદાબા તમે કમાઓ છો, પણ તમારા ઘરવાળા તો કશું કરતા નથી એ તો ઘરમાં બેસી જ રહે છે ને?’
‘બહેન, એમની જુવાનીમાં એમણે ઘણું કામ કર્યું છે, પણ એકવાર પાલખ પરથી પડી ગયા ને એમની કેડો જ ભાંગી ગઈ, ત્યારથી કડિયાકામે જતા નથી.’
‘શારદાબા, તમને એવું થાય કે તમારે જ કામ કરવા પડે છે, આખા ઘરનો ભાર ખેંચવો પડે છે! ‘ભગવાને આવું કેમ કર્યું હશે!’
‘બહેન ભગવાનને તો મારા જેવા લાખો, કરોડોની ચિંતા કરવાની હોય છે, મારી એકલીની નહીં, માટે ભગવાનને તો વચ્ચે લાવવાના જ નહીં. આપણાથી થાય એટલું કરવાનું, જુઓને મને અમારા પૂરતું મળી રહે છે, પછી ચિંતા શું કામ કરવાની?’
ગીતાબહેનને થયું, શારદાબા ખરેખર ફિલોસોફરની જેમ જીવે છે, તેઓને ફિલોસોફીના થોથાં વાંચવાની જરૂર નથી પડતી, કોઈ ફિલોસોફરનો ચિંતનાત્મક ઉપદેશ રટયા વગર તેઓ આદર્શ જીવન જીવે છે. શારદાબાને કોઈ આકાંક્ષા, ઈચ્છા કામના નથી તેઓ સાચા અર્થમાં મુક્ત છે કોઈ લાલસા, મોહ કે મમતાથી બંધાયેલાં નથી. એમના જેવા મુક્ત જીવને થાક શું ને કંટાળો શું? ચિંતા શું?
ગીતાબહેન વિચારે છે, શું ઊંડે ઊંડે ય શારદાબાને એમના વૈતરાભરી જિંદગી માટે અસંતોષ નહીં હોય? એકબાજુ વૈભવી બંગલાઓની અમારી સોસાયટી છે ને, નજીકમાં જ એમના છાપરાં છે, પ્રાથમિક સગવડોય એ છાપરાંમાં નથી આ બધી અગવડો શારદાબાને ઉદાસ કેમ નહીં બનાવતી હોય?
ગીતાબહેને આવો સવાલ શારદાબાને પૂછ્યો તો શારદાબાએ કહ્યું, ‘બહેન, દરેકને એનાં કરમ મુજબ મળે છે, તમે બહુ પુણ્ય કર્યાં હશે તો બંગલામાં રહો છો, મોટરગાડીમાં ફરો છો તમને જોઈને મારે શું કામ બળવાનું? મારેય રહેવા ઘર છે, ‘ખાવા, પીવા મળી રહે છે. મારેય સુખ, સુખ અને સુખ જ છે.’

સુખ કોઈ ચીજ છે કે ખરીદી લેવાય? |
No comments:
Post a Comment