IPC એટલે આઈરીશ પીનલ કોડ- ‘યે અંધા કાનૂન હૈ’..-અંગ્રેજોએ જ્યાં જ્યાં ‘આઈરિશ’ લખ્યું હતું ત્યાં ત્યાં ‘ઇન્ડિયન’ લખી નાખ્યું છે.
by Jugal Patel on Monday, March 5, 2012 at 8:50am ·
IPC એટલે આઈરીશ પીનલ કોડ‘યે અંધા કાનૂન હૈ’....
તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે ‘યે અમીરોં કા કાનૂન હૈ’. મહત્ત્વની વાત કરીએ તો ઇન્ડિયન પીનલ કોડ ભારતના નાગરિકોને ન્યાય અપાવવા બન્યું જ નથી (આગળ આપણે વાત કરી એમ).
અંગ્રેજોને આઈપીસી શા માટે બનાવવો પડ્યો તો તેનું પણ એક કારણ લગભગ અંગ્રેજોની મજબૂરી હતી. 1857ની ક્રાંતિ પછી ભારતમાં અંગ્રેજોનું જોર ઘટતું ગયું હતું. આથી બ્રિટિશરોની સંસદમાં ભારતમાં પોતાનું ઘટતું વર્ચસ્વ વધારવા ત્રણ-ચાર વર્ષ સુધી ચર્ચા થઈ અને પછી 1860માં ઇન્ડિયન પીનલ કોડની રચના થઈ.
હવે આ ઇન્ડિયન પીનલ કોડ અંગ્રેજોએ સંશોધન કરીને બનાવ્યો નથી. આઈરીસ પીનલ કોડને શબ્દશ: ભારતના લોકો પર ઠોકી બેસાડ્યો છે. આયરલેંડ પર અંગ્રેજોએ 1000 વર્ષ રાજ કર્યું અને ગુલામ દેશ પર રાજ કરવા અંગ્રેજોએ આઈરીશ પીનલ કોડ બનાવ્યો હતો. આજે તે ગુલામ દેશના કાયદા સ્વતંત્ર ભારતમાં ચાલી રહ્યા છે ત્યારે ન્યાય કેવી રીતે મળી શકે?
સ્વાધીનતા અભિયાન ચલાવતા રાજીવ દીક્ષિતને તો તમે સાંભળ્યા જ હશે. તેમનું કહેવુ છે કે મેં ‘આઈરિશ પીનલ કોડ’ અને ‘ઇન્ડિયન પીનલ કોડ’ શબ્દશ: વાંચ્યા છે. તેમાં માત્ર એક શબ્દને જ બદલવામાં આવ્યો છે. આ ચાલાક અંગ્રેજોએ જ્યાં જ્યાં ‘આઈરિશ’ લખ્યું હતું ત્યાં ત્યાં ‘ઇન્ડિયન’ લખી નાખ્યું છે.
આઈપીસીની રચના શા માટે કરવામાં આવી તે તો લાર્ડ મેકોલોએ તેની જ આત્મકથામાં લખ્યું છે જે આપણે આગળ વાંચ્યું પણ તે વખતે આપણા મહાપુરુષોએ પણ આઈપીસીનો વિરોધ કર્યો હતો. યુવા ક્રાંતિકારી ભગતસિંહ પણ ફાંસીના માંચડે ચડતા પહેલાં કહ્યુ હતું કે ભારતના લોકોને ન્યાય આપવો હોય તો ‘આઈપીસી’ને સમાપ્ત કરો. ક્રાંતિકારી મદનલાલ ધીંગરાએ પણ આઈપીસીને હટાવવાની માગ તેમના એક પત્રમાં કરી હતી.
ભારત આઝાદ થયા પછી પણ આપણા કેટલાક નેતાઓએ આઈપીસીને હટાવવાની વાત કરી હતી પણ આપણા વડાપ્રધાન નહેરુજીએ આ થવા ન દીધું. આજે કાયદાના હાથ કેટલા સંકુચિત છે તે તો આપણે જાણીએ જ છીએ. આપણા ન્યાયતંત્ર, કાર્યપ્રણાલી, રાજકાજ પર હજુ પણ આ બ્રિટિશરોની પકડ છે. ભારત આઝાદ થયું છે, આપણને વોટ દેવાનો અધિકાર મળ્યો છે. આપણે સ્વતંત્ર છીએ પણ બ્રિટિશરોની ઇચ્છા મુજબ મુંબઈ બાઁબ વિસ્ફોટ ગુલશનકુમાર હત્યાકાંડ હોય કે ભોપાલ ગેસકાંડ હોય, આ ગુનાના એન્ડરસનોને આપણો કાયદો અદાલત સુધી ઘસડી લાવવામાં સક્ષમ સાબિત થયો નથી. નાના નાના આતંકી સંગઠનોના નેતાઓ પણ ભારતની બોર્ડરથી થોડે દૂર ખુલ્લેઆમ રહી ભારતના કાયદાઓની ઠેકડી ઉડાડે છે. પણ આપણો કાયદો મૌન છે.
અહીં પ્રશ્ર્ન એ જ થાય છે કે શું ખરેખર યે અંધા કાનૂન હૈ નો જવાબ મનમાં વિચારજો... નહિ તો અદાલતની અવમાનનામાં તમે અંદર થઈ શકો છો!!! નોર્મલ માણસને કટકીમાં ફસાવી દે તેવા કાયદાઓ પણ છે!
કાયદો ફક્ત ગરીબોને રંજાડવા અને અમીરોને બચાવવા જ બન્યો સવાલનો જવાબ એની જોડે તો શું ખુદ ન્યાયાધીશ કે કાયદામંત્રી પાસે પણ નથી.
***
બ્રિટિશરાજમાં 1860માં જ્યારે Indian Penal Code (IPC)ની રચના કરવામાં આવી ત્યારે લોર્ડ મકોલેને તેના પિતાએ કહ્યું હતું કે બેટા, આ IPCથી ભારતના ગરીબ નાગરિકોને ન્યાય મળશે! ત્યારે ખંધું હસતાં લાર્ડ મકોલેએ કહ્યું હતું કે ગુલામ દેશના નાગરિકોએ ન્યાયની અપેક્ષા ન રાખવી જોઈએ. અને થયું પણ એવું જ. આજે દેશભરનું ન્યાયતંત્ર નાણાતંત્રના મંત્રતંત્રે ચાલે છે. કોમન મેન ન્યાયતંત્રના ચક્કરથી ફફડે છે. પોલીસને પાકીટમાર કરતાં પાકીટમાં વધારે રસ છે. આપણા વકીલોને કાયદાનાં થોથાંઓ કરતાં કાયદાના સોદાઓમાં વધુ રસ છે.
પોલીસતંત્ર અને પછી ન્યાયતંત્રની અડફેટમાં આવેલો ગરીબ ધક્કે ચડે છે, જ્યારે અમીર નાણાતંત્રના જોરે મોટામાં મોટો ગુનો કરી છટકી જાય છે. આપણા સત્તાધીશો ન્યાયાધીશોને ધમકાવી આરામથી કોઈ પણ ચુકાદો પોતાના તરફી લાવી શકે છે. આનું કારણ એક જ છે IPC ગુલામ દેશ માટે બનાવાયો છે. શાસક પક્ષ (બ્રિટિશરો) એવું ક્યારેય ન ઇચ્છે કે ગુલામ દેશના લોકોને ન્યાય મળે. પણ તેમ છતાં આજે ભારતની આઝાદીનાં 63 વર્ષ પછી પણ બ્રિટિશરોના કાયદા હેઠળ દબાયેલા છીએ. ગરીબ વિરોધી, અમીર તરફી, વકીલકેન્દ્રી આપણા ન્યાયતંત્રમાં હવે ગરીબોને ન્યાય મળશે એવી કોઈ આશા દેખાતી નથી. તારીખ પે તારીખ... તારીખ પે તારીખ... તારીખ પે તારીખ... હવે આપણા ન્યાયતંત્રની ઓળખ બની ગઈ છે નીચલી કોર્ટ, ઉપલી કોર્ટ પછી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અપીલો કરી કરીને પૈસાદાર, વગદાર માણસો ગમે તેવો ગુનો કરી આરામથી સ્વતંત્ર રીતે ફરે છે અને ગરીબ ન્યાયતંત્ર અને કાયદાઓમાં પીસાતો રહે છે. આવો કેટલાક કેસો જોઈએ. આ કેસો વાંચી તમને જ‚ર ખબર પડશે કે આપણું IPC કોનું હિત જુવે છે, પોલીસ, વકીલો કોના તરફી છે.
ભોપાલ ગસકાંડ
2 ડિસેમ્બર, 1984. સ્થળ ભોપાલ. ઘટના : ઉદ્યોગજગતની મહાભંયકર દુર્ઘટના ભોપાલ ગસકાંડ. 2 ડિસેમ્બરની રાતે બહુરાષ્ટ્રીય રાક્ષસ યુનિયન કાર્બાઈડના કારખાનામાંથી અચાનક જ ઝેરી ગસ લિકેઝ થાય છે. રાતે નિરાતે ઊંઘેલા લોકોને કઈ પણ ખબર પડે તે પહેલાં માત્ર ગણતરીના કલાકોમાં જ ઝેરી ગસના કારણે 15 હજાર લોકો મૃત્યુ પામે છે. પછી 10,000 લોકો તેની અસરથી ધીરે ધીરે મૃત્યુ પામે છે. કુલ 5.7 લાખ લોકોને ભોપાલ ગસ દુર્ઘટનાની અસર થઈ. અસરગ્રસ્ત લોકોમાં (મોટા ભાગના નહિ) બધા ગરીબો છે.
ઘટનાથી 25000 લોકો મૃત્યુ પામવાથી, સરકાર અને પોલીસ પર દબાવ પડે છે. યુનિયન કાર્બાઈડ સામે કેસ દાખલ થાય છે. તેના ચરમન વોરન એન્ડરસનની ધરપકડ કરવામાં આવે છે. થોડા સમય પછી તેને જેમીન પણ મળી જાય છે એક ખાનગી વિમાનની વ્યવસ્થા થાય છે. એન્ડરસનને તત્કાલીન મુખ્યમંત્રી અર્જુનસિંઘ સાચવીને કલેક્ટરની ગાડીમાં બેસાડી એરપોર્ટ પહોંચાડવાની સગવડ કરી આપે છે. જામીન પર છૂટેલો આરોપી અમેરિકા ભેગો થઈ જાય છે.
રાજનીતિની કૂટનીતિમાં મુખ્ય આરોપી ભાગી જાય છે. (ભગાડી દેવાય છે) પછી અદાલતમાં કેસ ચાલે છે. એન્ડરસન ગયા એટલે કંપ્નીના બીજા માલિકો (ખરા અર્થમાં હોદ્દેદાર કર્મચારીઓ)ની ગળચી પકડાય છે.
આ માલિકો પૈસા અને રાજનેતાઓના જોરે આપણા લૂલા કાયદા સાથે રમત રમી 26 વર્ષ ખેંચી નાખે છે. 26-26 વર્ષ અદાલતમાં કેસ ચાલે છે અને પછી... 7 જૂન, 2010ના રોજ બીજી દુર્ઘટના ઘટે છે. 7 જૂને 2500 લોકોની હત્યાનો ચુકાદો ભોપાલની જિલ્લા અદાલતમાંથી આવે છે. જજસાહેબ મોહન તિવારી ચુકાદો આપતાં કહે છે કે (11માંથી 7) આરોપીઓને દોષી ગણી બે-બે વર્ષની સજા કરવામાં આવે છે. મૃતકોના વારસોને 12,140 ‚પિયાનું વળતર ચૂકવવામાં આવે. 26 વર્ષે આવેલા આ ચુકાદામાં આરોપીઓને માત્ર બે વર્ષની સજા મળે છે અને એ પણ ગણતરીની મિનિટોમાં જ આરોપીઓ 25000 ‚પિયામાં જામીન પર છૂટી જાય છે. ચુકાદામાં મુખ્ય આરોપી એન્ડસનનું ક્યાંય નામ નથી. વગદાર, પૈસાદાર એન્ડરસન કાયદા સામે રમત રમી હાલ આરામથી અમેરિકામાં જીવન વીતાવે છે. બે વર્ષની સજા મળેલા આરોપીઓ જામીન પર હજુ ખબર નહિ કેટલાં વર્ષો કાઢી નાખશે.
બોફોર્સકાંડ
સ્વીડનના એક રેડિયો પર બ્રેકિંગ ન્યૂઝ પ્રસારિત થાય છે. સમાચાર હતા, સ્વીડનની હથિયાર બનાવતી કંપ્ની બોફોર્સે ભારતીય સેનાને પોતાના બોફોર્સ તોપ વેચવા કેટલાક અધિકારીઓ સાથે એક સોદો કર્યો છે અને તે માટે કંપ્નીએ 64 કરોડની લાંચ પણ આપી છે. બોફોર્સકાંડને બહાર પાડતા આ પહેલા સમાચાર હતા. તે સમયે ભારતમાં કાઁગ્રેસની સરકાર હતી અને રાજીવ ગાંધી આપણા વડાપ્રધાન હતા.
સ્વીડન રેડિયોના બ્રેકિંગ ન્યૂઝ પછી ભારતીય રાજકરણમાં બોફોર્સકાંડ ગાજવા લાગ્યો. વડાપ્રધાન રાજીવ ગાંધીથી લઈને વીન ચઢ્ઢા, હિંદુજા બંધુઓ, માજી સંરક્ષણ સચિવ એ. કે. ભટનાગર, અટ્ટોવિયો ક્વોટ્રોચી જેવા વગદાર લોકોના નામ આ કાંડમાં બહાર આવવા લાગ્યા. 1987માં બહાર આવેલા આ કાંડના હાલ 22 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. કટકીના 64 કરોડ ‚પિયા હાલ કોની પાસે છે એ પણ આપણે (આપણી સરકાર, પોલીસ કે કાયદો) નક્કી કરી શક્યા નથી.
એક પણ આરોપી જેલના સળિયા પાછળ ગયો નથી 22 ઑક્ટોબર, 1999ના રોજ બોફોર્સકાંડની તપાસ કરી સીબીઆઈ દ્વારા એક આરોપ્નામું તૈયાર થાય છે.
આરોપ્નામામાંથી વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ કાઢી (કદાચ ચોક્કસ ઇરાદાપૂર્વક) નખાય છે. રાજીવ ગાંધીને ક્લિન ચિટ આપ્યા બાદ હિન્દુજા બંધુઓને સુપ્રીમ કોર્ટ દેશ બહાર જવાની પરવાનગી સાથે જામીન આપે છે. વીન ચઢ્ઢાને પણ જામીન મળે છે. આ બધાની વચ્ચે દોષનો કળશ આર્જેન્ટિનાના (બોફોર્સ કાંડનો એજન્ટ) ઓટ્ટોવિયો ક્વોટ્રોચી પર ઢોળાય છે. તેના બંધા બઁક એકાઉન્ટ સીલ કરાય છે.
કટકીના 64 કરોડ ‚પિયા તેના એકાઉન્ટમાં છે કે નહિ તેની તપાસ થાય તે પહેલાં જ કાઁગ્રેસ સરકાર કાયદાની રમત રમી ક્વોટ્રોચીને ક્લિનચીટ અપાવી દે છે. ક્વોટ્રોચી તેના એકાઉન્ટમાંથી પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે.
હાલ આપણા દેશમાં આ બોફોર્સ કેસ ચાલુ જ છે. વીન ચઢ્ઢા, એ. કે ભટનાગર, રાજીવ ગાંધી મૃત્યુ પામ્યા છે. ક્વોટ્રોચીને ક્લિનચીટ મળી ગઈ છે. 64 કરોડ ક્યાં ગયા ખબર નહિ. કેસ પેન્ડિંગ છે.
ઉપહારકાંડ
23 જૂન, 1997, દિલ્હીના ઉપહાર થિયેટરમાં જે. પી. દત્તાની બોર્ડર ફિલ્મનો શો ચાલુ છે. અચાનક થિયેટરમાં ધડાકો થાય છે. ધુમાડાના કારણે થિયેટરમાં બેસેલા લોકો ગુંગળાવા લાગે છે. આથી થિયેટરની બહાર નીકળવા લોકો એક્ઝિટ ડાર તરફ આગળ વધે છે. પણ થિયેટરનાં માલિકની ગુનાઇત બેદરકારી અને ગેરકાયદેસર બાંધકામ કરી, લોકોની સુરક્ષાને સાઇડમાં રાખી બનાવેલા ઉપહાર થિયેટરના ‘એક્ઝિટ ડાર’ ખૂલતાં નથી. પરિણામે ગસથી ગૂંગળાઈને થિયેટરમાં જ 59 લોકો મૃત્યુ પામે છે. 59 લોકોના જાન લેનાર ઉપહાર કાંડના આરોપીઓ સામે કેસ ચાલતાં છ વર્ષ થાય છે કારણ કે આરોપીઓ વગદાર અંસલ પરિવારના સભ્યો છે. અંતે 23 નવેમ્બર, 2007ના દિવસે નીચલી અદાલત અંસલ પરિવારના બંધુઓને બે-બે વર્ષની સજા આપે છે અને પીડિતોને વળતર ચૂકવતો એક ચુકાદો આપે છે. અંસલ બંધુઓ ઉપલી કોર્ટમાં અપીલ કરે છે. આજે આ કેસ પેન્ડિંગ છે. અંસલ બંધુઓ આરામથી બહાર ફરે છે.
રુચિકા કેસ
12મી ઑગસ્ટ, 1990. 14 વર્ષીય રુચિકા ગિરોત્રાની હરિયાણાના ડીજીપી એસ. પી. રાઠોડ દ્વારા છેડતી થાય છે. હવે પોલીસ સ્ટેશનમાં ડીજીપી સામે કેસ નોંધાય? પોલીસવાળા ડીજીપી રાઠોડ સામે કેસ નોંધતા નથી. રુચિકાના પરિવારની હિંમત અને મીડિયાના કારણે અંતે કેસ નોંધાય છે. પણ કેસ થવાથી રાઠોડનું કશું જ બગડતું નથી. થોડા જ દિવસમાં રાઠોડને બઢતી પણ મળી જાય છે. રાઠોડ ધીરે ધીરે ડીઆઈજીમાંથી આઈજીપી બની જાય છે. હવે વગદાર, પૈસેદાર રાઠોડ પોતાનું કામ શ‚ કરે છે. પોતાની સામે કેસનો બદલો લેવા રાઠોડ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. અન્ય પોલીસવાળાઓ પણ સાહેબની ચાપલૂસી કરવા કેસને પાછો લેવા રુચિકાના પરિવાર પર દબાવ નાખે છે. રુચિકાના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળે છે, રુચિકાના ભાઈને જેલમાં પૂરી તેની સાથે મારપીટ કરવામાં આવે છે. આ બધું રાઠોડના કહેવા મુજબ થાય છે. આથી પોલીસની પજવણીથી કંટાળી 1993માં રુચિકા ઝેર પીને આત્મહત્યા કરે છે. કેસ કાયદાની પળોજણમાં 19 વર્ષ સુધી અદાલતમાં ચાલે છે. રાઠોડ નિવૃત્ત થઈ પેન્શન મેળવતા થઈ જાય છે પણ કેસ ચાલે જ છે. અંતે 19 વર્ષ પછી અદાલતમાંથી એક ચુકાદો આવે છે. 14 વર્ષની છોકરી સાથે બળજબરી, તેના પરિવારનું ઉત્પીડન, ભાઈ સામે ખોટા કેસો, રુચિકાની આત્મહત્યા બદલ તેના પરિવારની અને સખીની 19-19 વર્ષની લડત બાદ આરોપી રાઠોડને છ મહિનાની જેલ અને 1000 ‚પિયાનો દંડ થાય છે. રુચિકા પરિવાર આ ચુકાદાથી નારાજ થાય છે. આથી તેઓ ચંદીગઢ સેસન્સ કોર્ટમાં જાય છે. અંતે મીડિયાના દબાવના કારણે રાઠોડને દોઢ વર્ષની સજા થાય છે. 19 વર્ષ બાદ હવે નિવૃત્ત રાઠોડ જેલમાં છે.
જેસિકા હત્યાકાંડ
19 એપ્રિલ, 2009ની રાત. દક્ષિણ દિલ્હીની કુતુલ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટના બારમાં મનુ શર્મા નામનો વગદાર વ્યક્તિ ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને પોઇન્ટ બ્લેક રેંજથી જેસિકાને ગોળી મારે છે અને બારમાં રહેલી ભીડ વચ્ચેથી સરળતાથી નીકળી જાય છે. ડઝનબંધ જોનારા સાક્ષીઓ પોતાની આંખો બંધ કરી લે છે. ગવાહી આપ્નારા કેટલાક ગવાહો વારંવાર પોતાની ગવાહી બદલે છે. પરિણામે અદાલતમાં કેસ ચાલતો રહે છે, કારણ કે મનુ શર્મા એક વગદાર માણસ છે. ફરી જેસિકાને ન્યાય અપાવવા મીડિયા આવે છે. ભારતના લોકો આવે છે અંતે જેસિકાને ન્યાય મળે છે. હાલ મનુ શર્મા તેના સાથીઓ સાથે જેલમાં છે. મનુ શર્માને ઉમરકેદ થઈ છે.
સલમાનખાન
1996. રાજસ્થાનમાં ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ચિંકારા નામના પ્રાણીનો શિકાર કરે છે. તેના પર કેસ થાય છે. તપાસ કરતાં ખબર પડે છે કે તેણે વાપરેલી બંદૂકનું લાઇન્સ પણ પૂર્ણ થઈ ગયું છે. બધી રીતે ગુનેગાર સાબિત થતા સલમાનને વારંવાર આ કેસમાં સજા થાય છે. પણ અપીલો કરી કરી તે બે-ત્રણ દિવસમાં જ જેલમાંથી જામીન પર બહાર આવી જાય છે. ચિંકારા કેસ ચાલુ જ છે ત્યાં પાછો સલમાન બીજા એક કેસમાં ફસાય છે. 28 સપ્ટેમ્બર, 2002ના દિવસે તે દા‚ના નશામાં ગાડી ચલાવી મુંબઈની ફુટપાથ પર સૂતા લોકોને કચડી નાખે છે, જેમાં એક વ્યક્તિનું મોત થાય છે અને ત્રણ લોકો ઘાયલ થાય છે. ફરી એ જ પ્રક્રિયા થાય છે. પૈસાદાર સેલિબ્રિટીને બચાવવા આપણા કાયદા કામ કરતા થઈ જાય છે. સલમાનને ગિરફતાર તો કરવામાં આવે છે પણ તરત તેને જામીન પર છોડી દેવાય છે. હાલ તે કાયદાની ઐસીતૈસી કરી બિંદાસ્ત ફરે છે. અદાલતના કેસો ચાલ્યા કરે છે. વકીલબંધુ સભાળી લે છે.
સંજય દત્ત
1993. મુંબઈમાં 12 બાઁબ વિસ્ફોટ થાય છે. 700 જેટલા નિર્દોષ લોકો ઘાયલ થાય છે અને 257 લોકો મૃત્યુ પામે છે. સંજય દત્ત સહિત 100 લોકો સામે કેસ નોંધાય છે. એક્ટર સંજય દત્તની ગેરકાનૂની રીતે એ.કે. 56 રાઇફલ અને પિસ્તોલ રાખવા બદલ તેમજ મુંબઈ બાઁબ વિસ્ફોટો સાથે સંડોવાયેલા હોવાને કારણે 19 એપ્રિલ, 1993ના રોજ ટાડા હેઠળ ધરપકડ થાય છે. સતત 16 મહિના સુધી તે જેલમાં રહે છે. ઑક્ટોબર 1995માં તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળે છે. પછી 31 જુલાઈ, 2007ના રોજ સંજય દત્તને ગેરકાનૂની રીતે હથિયાર રાખવા બદલ છ વર્ષની કેદ થાય છે. તે થોડા દિવસ પૂણેની યરાવડા જેલમાં રહે છે અને ફરી તેને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી જાય છે. પૈસા અને રાજકારણના જોરે સરળતાથી સંજય દત્ત છટકી જાય છે. હાલ સંજય દત્ત પર કેસ ચાલે છે અને તે બિંદાસ્ત રીતે ફરે છે.
મન્સુર અલી ખાન પટોડી
જૂન 2005, મન્સુર અલી ખાન પટોડીની કાળા હરણના શિકાર બદલ ધરપકડ થાય છે. તપાસ માટે બે દિવસના રીમાન્ડ મંજૂર થાય છે. પણ આપણી પોલીસ નવાબ સાહેબને જેલમાં અન્ય કેદીઓની સાથે રાખવાને બદલે પોલીસ સ્ટેશનની બાજુમાં એક સગવડભર્યા ‚મમાં રાખે છે. પટોડીનો રીમાન્ડ લેવાની જગ્યાએ તેને અલગ ‚મ, પંખો, બેડ, ભોજન અને અંગ્રેજી પુસ્તકોની સગવડ કરી અપાય છે. થોડા દિવસ પછી જજ એમ કહીને પટોડીને જામીન આપી દે છે કે જો હું પટોડીને જામીન ન આપું તો તે એક આરોપીને ન્યાય મેળવવાની તક આપ્યા વગર ફાંસીએ ચઢાવવા જેવુ કૃત્ય થયું કહેવાય. અંતે પટોડીને જામીન મળે છે. હવે આ કેસ ભુલાઈ ગયો છે. નવાબ સાહેબ એશ કરે છે.
IPC એટલે આઈરીશ પીનલ કોડ
‘યે અંધા કાનૂન હૈ’.... આ કેસો વાંચી તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે ‘યે અમીરોં કા કાનૂન હૈ’. મહત્ત્વની વાત કરીએ તો ઇન્ડિયન પીનલ કોડ ભારતના નાગરિકોને ન્યાય અપાવવા બન્યું જ નથી (આગળ આપણે વાત કરી એમ). અંગ્રેજોને આઈપીસી શા માટે બનાવવો પડ્યો તો તેનું પણ એક કારણ લગભગ અંગ્રેજોની મજબૂરી હતી. 1857ની ક્રાંતિ પછી ભારતમાં અંગ્રેજોનું જોર ઘટતું ગયું હતું. આથી બ્રિટિશરોની સંસદમાં ભારતમાં પોતાનું ઘટતું વર્ચસ્વ વધારવા ત્રણ-ચાર વર્ષ સુધી ચર્ચા થઈ અને પછી 1860માં ઇન્ડિયન પીનલ કોડની રચના થઈ. હવે આ ઇન્ડિયન પીનલ કોડ અંગ્રેજોએ સંશોધન કરીને બનાવ્યો નથી. આઈરીસ પીનલ કોડને શબ્દશ: ભારતના લોકો પર ઠોકી બેસાડ્યો છે. આયરલેંડ પર અંગ્રેજોએ 1000 વર્ષ રાજ કર્યું અને ગુલામ દેશ પર રાજ કરવા અંગ્રેજોએ આઈરીશ પીનલ કોડ બનાવ્યો હતો. આજે તે ગુલામ દેશના કાયદા સ્વતંત્ર ભારતમાં ચાલી રહ્યા છે ત્યારે ન્યાય કેવી રીતે મળી શકે? સ્વાધીનતા અભિયાન ચલાવતા રાજીવ દીક્ષિતને તો તમે સાંભળ્યા જ હશે. તેમનું કહેવુ છે કે મેં ‘આઈરિશ પીનલ કોડ’ અને ‘ઇન્ડિયન પીનલ કોડ’ શબ્દશ: વાંચ્યા છે. તેમાં માત્ર એક શબ્દને જ બદલવામાં આવ્યો છે. આ ચાલાક અંગ્રેજોએ જ્યાં જ્યાં ‘આઈરિશ’ લખ્યું હતું ત્યાં ત્યાં ‘ઇન્ડિયન’ લખી નાખ્યું છે. આઈપીસીની રચના શા માટે કરવામાં આવી તે તો લાર્ડ મેકોલોએ તેની જ આત્મકથામાં લખ્યું છે જે આપણે આગળ વાંચ્યું પણ તે વખતે આપણા મહાપુરુષોએ પણ આઈપીસીનો વિરોધ કર્યો હતો. યુવા ક્રાંતિકારી ભગતસિંહ પણ ફાંસીના માંચડે ચડતા પહેલાં કહ્યુ હતું કે ભારતના લોકોને ન્યાય આપવો હોય તો ‘આઈપીસી’ને સમાપ્ત કરો. ક્રાંતિકારી મદનલાલ ધીંગરાએ પણ આઈપીસીને હટાવવાની માગ તેમના એક પત્રમાં કરી હતી. ભારત આઝાદ થયા પછી પણ આપણા કેટલાક નેતાઓએ આઈપીસીને હટાવવાની વાત કરી હતી પણ આપણા વડાપ્રધાન નહેરુજીએ આ થવા ન દીધું. આજે કાયદાના હાથ કેટલા સંકુચિત છે તે તો આપણે જાણીએ જ છીએ. આપણા ન્યાયતંત્ર, કાર્યપ્રણાલી, રાજકાજ પર હજુ પણ આ બ્રિટિશરોની પકડ છે. ભારત આઝાદ થયું છે, આપણને વોટ દેવાનો અધિકાર મળ્યો છે. આપણે સ્વતંત્ર છીએ પણ બ્રિટિશરોની ઇચ્છા મુજબ મુંબઈ બાઁબ વિસ્ફોટ ગુલશનકુમાર હત્યાકાંડ હોય કે ભોપાલ ગેસકાંડ હોય, આ ગુનાના એન્ડરસનોને આપણો કાયદો અદાલત સુધી ઘસડી લાવવામાં સક્ષમ સાબિત થયો નથી. નાના નાના આતંકી સંગઠનોના નેતાઓ પણ ભારતની બોર્ડરથી થોડે દૂર ખુલ્લેઆમ રહી ભારતના કાયદાઓની ઠેકડી ઉડાડે છે. પણ આપણો કાયદો મૌન છે. અહીં પ્રશ્ર્ન એ જ થાય છે કે શું ખરેખર યે અંધા કાનૂન હૈ નો જવાબ મનમાં વિચારજો... નહિ તો અદાલતની અવમાનનામાં તમે અંદર થઈ શકો છો!!! નોર્મલ માણસને કટકીમાં ફસાવી દે તેવા કાયદાઓ પણ છે!
54 વર્ષની સજા
આ તો થઈ અમીરોને મળતા ન્યાયની વાતો પણ ગરીબોને ન્યાય કેવી રીતે મળે છે તે વાંચો.
ગંભીર નુકસાન પહોંચાડવા બદલ 1951માં થી 64 કિ.મી. દૂર આવેલ સિલ્સાંગ ગામમાંથી પોલીસ એક વ્યક્તિને પકડે છે. મચાંગ લાતુગની ધરપકડ કર્યા બાદ તેની વિરુદ્ધ કોઈ સબૂત પોલીસને મળતા નથી. આથી તે માનસિક રીતે બરાબર નથી એમ માની તેને મનોરોગ કેન્દ્રમાં મોકલી દેવાય છે. મનોરોગ કેન્દ્રમાં મચાંગ 1967 સુધી રહે છે. 1967માં ત્યાંના ડૉક્ટરો મચાંગને સ્વસ્થ હોવાનું સટિર્ફિકેટ આપે છે. ડૉક્ટરનું માનવું હતું કે હવે મચાંગ સ્વસ્થ છે, તેને છોડી મૂકવો જોઈએ. આથી પોલીસ મચાંગને મનોરોગ કેન્દ્રમાંથી લઈ જઈ પાછો જેલમાં પૂરી દે છે. 2003 સુધી કોઈ પોલીસ અધિકારીને તેને છોડવાનો વિચાર ન આવ્યો. અંતે 2003માં મચાંગના કેસ પર માનવઅધિકારવાદીઓની નજર પડે છે અને પોલીસ અને કાયદાની કેદમાંથી તે 54 વર્ષે આઝાદ થાય છે. કાયદાની અને પોલીસની આ ભયંકર, અતિશય મોટી ભૂલ બદલ મચાંગને અદાલત દ્વારા ત્રણ લાખ ‚પિયા મળે છે. 54 વર્ષની કેદનું વળતર 3 લાખ ‚પિયા છે ને કાયદાની કમાલ. કાયદામાં સબડતા નિર્દોષ લોકોનો આ એક જ કિસ્સો નથી. આવા તો ઘણા કિસ્સાઓ મીડિયામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ઘણા મચાંગો નિર્દોષ હોવા છતા જેલમાં સબડતા હશે.
પેન્ડિંગ કેસ
ગોકળગાયથી પણ ધીમી ચાલતી આપણી ન્યાય વ્યવસ્થા પણ નિર્જીવ છે. ન્યાય સમયસર ન મળે તો તે ન્યાય નહિ પણ અન્યાય છે. એક આપણે સાંભળતા આવ્યા છે પણ તેનો ઉપાય આજ સુધી મળ્યો નથી. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ વી. વી. રાવ અદાલતમાં ઈ-ગવર્નેસ માટે પત્ર વાચતાં જણાવ્યું કે હાલ દેશની નાની મોટી અદાલતમાં લગભગ 3 કરોડ 12 લાખ 8 હજાર કેસો પેન્ડિંગ છે. દેશની જિલ્લા અદાલતોમાં 2.72 કરોેડ, ઉચ્ચ ન્યાયાલયોમાં 40 લાખથી પણ વધારે તથા સર્વોચ્ચ અદાલતમાં 55 હજારથી પણ વધારે કેસો પેન્ડિંગ છે. 2009માં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કે. જી. બાલાકૃષ્ણને કહ્યું હતું કે આ પેન્ડિંગ કેસોને પતાવવા અદાલતો પાસે ‘કોઈ જાદુની લાકડી’ (જાદુ કી છડી) નથી. હાલ હાઈકોર્ટોમાં કેસો પેન્ડિંગ હોય તેવા એકથી પાંચ રાજ્યો જોઈએ તો પહેલો નંબર ઉત્તરપ્રદેશનો આવે. ઉત્તરપ્રદેશમાં 9,35,425, તમિલનાડુમાં 4,62,009, મહારાષ્ટ્રમાં 3,39,921, પ. બંગાળમાં 3.06,253. પંજાબ તથા હરિયાણામાં 2,47,115 કેસો પેન્ડિંગ છે, જિલ્લા અદાલતોની વાત કરીએ તો ઉત્તરપ્રદેશમાં 52,36,738, મહારાષ્ટ્રમાં 41,33,272, પ. બંગાળમાં 24,62,430, ગુજરાતમાં 22,42,686 તથા બિહારમાં 14,22,580 કેસો પેન્ડિંગ છે. (આ તમામ આંકડા 31-03-09 સુધીના છે. સ્રોત : સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા
No comments:
Post a Comment