Φ अपना विषय खोजे

Wednesday, March 21, 2012

ક્યાં ઇઝરાયલ અને ક્યાં ભારત!!!

ઇઝરાયલમાં દરેક નાગરિકને 
લશ્કરી તાલીમ ફરજિયાત છે

અહીં પ્રજા તૈયાર છે, લશ્કર તૈયાર પણ છે પણ નેતાગીરી નિર્માલ્ય છે. હવે કહો, ક્યાં ઇઝરાયલ અને ક્યાં ભારત!!!

by Jugal Patel on Thursday, March 8, 2012 at 1:52pm ·
આ ઇઝરાયલ આ ભારત!!! Aug 20, '10 2:20 AM for everyone
આજથી બરોબર બાસઠ વર્ષ પહેલાંની વાત છે. યુનોએ પેલેસ્ટાઈનની ભૂમિના ત્રણ ભાગ કર્યા. આમાંનો એક ભાગ યહૂદીઓને આપવાનું ઠરાવ્યું. છેલ્લાં બે હજાર વર્ષથી નિશ્ર્ચિત ભૂભાગના વસવાટથી વંચિત યહૂદી પ્રજાને સ્થિર વસવાટની આશા બંધાઈ.
આરબ રાજ્યોને આ મંજૂર ન હતું.
14 મે, 1948ના દિવસે યહૂદીઓએ એકલપંડે અને એકતરફી ઇઝરાયલ રાજ્યની રચનાની જાહેરાત કરી. બસ આ જ દિવસથી આરબ રાજ્યો અને ઇઝરાયલની આંખો લડી ગઈ.
આરબ રાજ્યો અડકલે અને ટડકલે ઇઝરાયલના સીમાડા સાથે ચેડાં કરતા પણ ઇઝરાયલની સક્ષમ લશ્કરી તાકાત અને મક્કમ મનોબળ સામે તે ફાવતા નહીં.
ઇઝરાયલમાં દરેક નાગરિકને પછી તે સ્ત્રી હોય કે પુરુષ લશ્કરી તાલીમ ફરજિયાત છે. વળી દર વર્ષે 8 - 10 દિવસનો રિફ્રેશર કોર્સ થાય જેથી લગભગ દરેક નાગરિક યુદ્ધ માટે સદાય તત્પર રહે છે. ઇઝરાયલની કુલ વસ્તી 1967માં માત્ર 26 લાખ, એટલે કે આપણા મુંબઈ શહેરની વસ્તી કરતાં અર્ધી હતી. જ્યારે આરબ રાષ્ટ્રોની વસ્તી હતી 16 કરોડ એટલે કે ઇઝરાયલની વસ્તી કરતાં 60 ગણી વધારે અને આરબોનું સૈન્ય પણ ઘણું મોટું હતું.
ઇઝરાયલના લશ્કરી તાલીમ પામેલામાં દર પાંચે એક જ કાયમી સૈનિક છે. બાકીના ચાર અન્ય વ્યવસાયો કરે ઇઝરાયલને સર્વદિક્ પ્રગતિ કરવી હતી. એટલે તેને માત્ર લશ્કર પર મદાર રાખવો પાલવે તેમ ન હતું. વળી દુનિયાભરમાંથી યહૂદીઓ ઇઝરાયલ આવીને વસ્યા. તેઓ માલ-મિલકત, વાડી-વજિફો, ધંધો-રોજગાર, ઘરબાર છોડીને હાથેપગે આવ્યા હતા. એટલે તેમને ઇઝરાયલમાં પણ જમાવટ કરવી હતી. વળી યહૂદી નેતાઓ ઇઝરાયલને શણગારવા પણ માગતા હતા. પરિણામે શાસક અને પ્રજાની જુગલબંદીએ 1967 સુધીમાં તો દુનિયા અચંબામાં પડી જાય એવું ઇઝરાયલ શણગારી દીધું.
જોર્ડનના રાજા હુસેન અને ઇજિપ્તના નાસરે 30 મે, 1967ના દિવસે યુદ્ધના કરાર કર્યા અને ઇઝરાયલ પર તૂટી પડવાનો નિર્ણય લીધો.
ઇઝરાયલને યુદ્ધના વાવડ મળી ગયા. 3જી જૂનની રાતથી 4થી જૂનની સવાર સુધી કેબિનેટની ખાનગી મિટિંગ મળી અને યુદ્ધ થાય તો સામનો કરવાનો વ્યૂહ ગોઠવાઈ ગયો.
યુદ્ધ સંચાલનની સંપૂર્ણ જવાબદારી જનરલ મોશે દયાનને સોંપાઈ.
5મી જૂનની સવાર.
ઇઝરાયલની ચારે દિશાઓ ધણધણી ઊઠી.
20,700 ચોરસ કિલોમીટરવાળા ટચુકડા ઇઝરાયલ સામે ચૌદ આરબ રાજ્યોની બંદૂકો આગ ઓકવા માંડી.
ગાઝા, સિનાઈ, જોર્ડન અને સિરિયા તરફની દિશાઓમાંથી આક્રમણ શ‚ થઈ ગયું.

આ યુદ્ધમાં આરબ રાજ્યોને કશું ગુમાવવાનું ન હતું. પણ ઇઝરાયલ માટે તો આ અસ્તિત્વનો જંગ હતો. એ પડકાર યહૂદી પ્રજાએ ઝીલી લીધો.
યુદ્ધના પહેલા જ દિવસે ઇજિપ્તના, યુદ્ધમાં ઊતરેલાં કુલ 340 વિમાનોમાંથી ઇઝરાયલે 300નો ખુડદો બોલાવી દીધો. ઇજિપ્તની કેડ 24 કલાકમાં જ ભાંગી ગઈ.
બીજા દિવસે ઇઝરાયલે ગાઝાનો કબજો લીધો અને ઇજિપ્તનાં 309, સિરિયાનાં 60, જોર્ડનનાં 29 અને ઇરાકનાં 17 મળીને બીજાં 415 વિમાનો તોડી પાડ્યાં. તેની સામે બે દિવસના યુદ્ધમાં ઇઝરાયલનાં માત્ર 26 વિમાનો જ નાશ પામ્યાં.
ત્રીજા દિવસે સિનાઈ પ્રદેશ જીતી લીધો અને ઠેઠ સુએઝ કેનાલના પૂર્વ કાંઠે ઇઝરાયલ પહોંચી ગયું. ઇજિપ્તના વડા નાસરે બંધ કરેલો સુએઝ કેનાલનો રસ્તો ખોલી નાખ્યો. જોર્ડનને પણ હરાવ્યું અને જૂનું જે‚સલેમ તથા જોર્ડન નદીનો પશ્ર્ચિમનો જોર્ડનનો ભાગ કબજે કરી લીધો. સીરિયાની ગોલનની ટેકરીઓ પણ પડાવી લીધી.
સને 1948થી શાળાના ભણતર દરમિયાન ઇઝરાયલીઓએ પ્રતિજ્ઞા લીધેલી ’OUR NEXT PRAYER WILL BE IN JERUSALEM’ (હવે પછીની પ્રાર્થના જે‚સલેમમાં) પૂર્ણ કરી. એ દિવસે યહૂદીઓના હર્ષનાદથી જેરુસલેમનાં દેવળો ગાજી ઊઠ્યાં.

જે‚સલેમના મંદિરનો વિસ્તાર એમના હાથમાં આવ્યો એ પ્રસંગે બે લાખ જેટલા યહૂદીઓ આનંદ અને વિલાપ કરતાં મંદિરમાંની અંદરની ‘રુદનની દીવાલ’ પાસે ભેગા થયા. ઘવાયેલા સૈનિકોને પણ ત્યાં લવાયા. બધાં દીવાલને ચૂમતાં હતાં અને આનંદના પોકાર કરતાં હતાં આ દ્શ્ય હૈયું હચમચાવી દે એવું હતું.
જનરલ મોશે દયાને બધાને સંબોધતાં કહ્યું, ‘આખરે આપણે આપણા પવિત્ર સ્થળે પાછાં આવ્યાં છીએ. અહીંથી ક્યારેય પાછા નહિ જઈએ. દુનિયાની કોઈપણ તાકાત આપણને ખસેડી શકશે નહિ, તત્કાલીન વડાપ્રધાન બેન ગ્યુરિયન ગળગળા થઈ ગયા અને બોલ્યા, ‘મારા જીવનનો આ મોટામાં મોટો દિવસ છે.’
ઇઝરાયલી લશ્કરના તત્કાલીન વડા ગબ્બી જનરલ સ્લોમો ગોરે કહ્યું, ‘અમે અમારા લોહીના સોગંદ ખાધા છે. જેરુસલેમ અમે કદી પાછું આપીશું નહિ. અહીંથી અમે ખસવાના નથી. કદીયે નહીં.’
5 જૂન થી 11 જૂન સુધીના છ દિવસમાં જ ઇઝરાયલે આરબ રાજ્યોને મારી મારીને સોથા કાઢી નાખ્યા. ઇજિપ્તને અને નાસરને તો એવા ખંખેર્યા કે બિચારા નાસરને વડાપ્રધાન પદ છોડવું પડ્યું - તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ.
યુદ્ધ છ દિવસ - 144 કલાક ચાલ્યું.
આરબોએ પોતાનો પ્રદેશ માગ્યો. ઇઝરાયલે તેમને વાટાઘાટો માટે નિમંત્ર્યા. હવે જો આરબ રાજ્યો મંત્રણા કરવા બેસે તો કુદરતી રીતે ઇઝરાયલનું રાજકીય અસ્તિત્વ સ્વીકારી લીધું ગણાય. આરબોને તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું. છેવટે ઇઝરાયલનાં વડાપ્રધાન શ્રીમતી ગોલ્ડામાયરે સંદેશો પાઠવ્યો, ‘તમે ઇઝરાયલ પર યુદ્ધ લાદ્યું. અમે તમારો પ્રદેશ જીતી લીધો. તમારામાં તાકાત હોય તો યુદ્ધ કરીને પ્રદેશ પાછો મેળવી લ્યો.’
બચ્ચાડા આરબો શું બોલે? સમસમીને બેસી રહ્યા. મને ભારત-પાક યુદ્ધનો એક પ્રસંગ યાદ આવે છે.
પાક-સૈન્યને મારી હટાવતું ભારતનું સૈન્ય લાહોરમાં પ્રવેશ્યું. વિજયનો હર્ષનાદ કરતા સૈન્યે હર્ષનાદોથી શહેરને ગજવી મૂક્યું. લશ્કરના વડાએ દિલ્હી સંદેશો મોકલ્યો, ‘જો મંજૂરી મળે તો આવતી કાલે આપણું લશ્કર કરાંચીમાં આંટા મારતું હશે.’
પણ વિજિગિષુ વૃત્તિના અભાવવાળી આપણી નેતાગીરી વામણી પુરવાર થઈ. ઇસ્લામાબાદ તો ઠીક, હાથમાં આવેલું આઝાદ કાશ્મીર પણ પાછું આપી દીધું.
અહીં પ્રજા તૈયાર છે, લશ્કર તૈયાર પણ છે પણ નેતાગીરી નિર્માલ્ય છે.
હવે કહો, ક્યાં ઇઝરાયલ અને ક્યાં ભારત!!!

No comments:

Post a Comment