તુ મળીશ કોક દી પ્રભુ પ્રત્યક્ષ કે
ભ - ભયથી ઊત્પન્ન થયેલ
ગ - ગભરાવી નાંખે એવુ
વા - વાસ્તવ માં ક્યાંય ના જોયેલું
ન - નકારી ના શકાય એવો ભ્રમ
તુ મળીશ કોક દી પ્રભુ પ્રત્યક્ષ કે પરોક્ષ
તે દી સમજી શકીશ હું નામ ઊપરોક્ત...!
અહમ બ્રહ્મ અસ્મિ! એટલે કે એ માનવ જે ભગવાન ને પોતાની બહાર અને બાહ્ય
સ્વરૂપો અને પ્રતિકોમા શોધવાનુ માંડી વાળી સ્વ ની અંદર જ તલાશે તો એ પોતાના
જ એ બ્રહ્મ સ્વરૂપને પામી શકે...! એક વાર્તા છે...કે, ભગવાન માણસથી કંટાળી
ગય, આખો દિવસ રાત મંદીરો મા દેવાલયો મા જ્યાં પણ હોય માણસ પહોંચી જાય!
હિમાલય અને માંનસરોવર જેવા નિર્જન સ્થળો પણ અજમાવી જોયા પણ માણસોએ તેમને
ત્યા પણ જપવા ના દીધા..! આખરે થાકીને એમણે નારદમુનિની સલાહ માંગી , તો ઊપાય
મળ્યો કે, " તમે દરેક મનુષ્યની ભીતર તેના મનમાંજ સંતાઇ જાવ, શરત મારીને
કહુ છુ કે માણસ તે જગ્યા સિવાય આખા બ્રહ્માંડમા તમને શોધ્યા કરશે, જ્યારે
પોતાના મનને ફંફોસશે પણ નહી.... તેને હંમેશા ઈશ્વરીય સ્વરૂપ ની આરાધના માટે
પ્રતિક અને આકારની જરૂર જ પડે છે! જ્યારે આપ તો અદ્રશ્ય અને નિરાકાર છો
અને મનુશ્ય ના મન સિવાય સલામત જગ્ય્યા બીજે કશે નહી મળે" અને હકીકત તે
દિવસથી ભગવાન આરામ કરે છે દરેક ના મન માં " -
જુગલ (રેશનાલીસ્ટ)
No comments:
Post a Comment