Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

જગત ને પંચાત બહુ હોય છે

નાની નાની વાતો...

જય રાધેક્રિશ્ના..

હુંસા તુંસી મા જીદગી ગઇ

ખેંચા તાણી મા બુદ્ધી ગઇ


શાન મા સમજી જા અલી,

જાત એક દી સ્મશાન ગઇ

૨૮/૧/૧૧



જય રાધેક્રિશ્ના... જગત ને બીજા શુ કરે છે.. કેમ કરે છે એની પંચાત બહુ હોય છે કારણ કે બીજા ની ઉપર
 
 નજર રાખી ને બેસે તો જ સમય આવે એની ટાંગ કેવી રીતે ખેંચી શકુ તે તક જતી કરવા નથી માંગતા.. 
 
અહી દરેક ને પોતાની રીતે કામ કરવાનો અધીકાર મળ્યો છે પણ આપણે એક બીજા ના હક્ક પર તો મીટ
 
 માંડી ને બેઠા છીએ..
૨૮/૧/૧૧



જય રાધેક્રિશ્ના..સફળતાની બે સીડી છે.એક એક પગથીયા ચડીએ એટલે ઉપર પહોંચાય અને અંતીમ 
 
પગથીયુ આવે એટલે એ જ સીડી થી નીચે અવાય.ભૌતિક જગતની દરેક ના જીવનની આ સફળતાની 
 
સીડી છે.બીજી એક સીડી પણ અહી ચડવા જેવી છે. જ્યા એક પછી એક પગથીયા ચડતા જઇએ એટલે 
 
TOP MOST પગથીયુ હવે અહીથી ઉતરાય નહી.. કારણકે આ સીડી નુ અંતિમ પગથીયુ હરી ના હ્રદયમા
 
 જઇ અટકે છે.કોની તાકાત છે કે આ પગથીયે આવી ને નીચે આવી શકાય  ૨૭/૧/૧૧


શુ માધવ બોલે છે તે સંભળાય છે???

હા સંભળાય છે કારણકે એ કહેવા માટે શબ્દો નો સહારો નથી લેતો... એના માટે મૌન ને સમજવુ પડે...
 
 અને આ મૌન તને તારી જ અંદર જડશે.. અને એ માટે તારે તારી અંદર જવુ પડ્શે.. અને જેમ જેમ 
 
અંદર ઉતરતી જઇશ તેમ તેમ એના એક એક કહેલા શબ્દો તને સંભળાશે... કારણકે હવે એ બોલે છે અને 
 
તુ સાંભળુ છુ...એના મૌનથી એના શબ્દોને સાંભળુ છુ.. ૨૭/૧/૧૧


જય રાધેક્રિશ્ના...

જ્યા સુધી સ્થુલ દેહ..સુક્ષ્મદેહ (મન)..કારણદેહ(હ્રદય)... ના કર્જ ચુકવાતા નથી ત્યા સુધી પંચમપરા 
 
મુક્તિ સુધી પહોંચાતુ નથી... કર્મ અજ્ઞાનતા વશ થઇ ગયુ છે તો હવે કર્મફળ ભોગવતી વખતે જ્ઞાન કેમ 
 
નહી?? આ જ્ઞાન એટલે દરેક કર્મના ફળને હસતા હસતા ભોગવીએ તે જ... અરે...જે સામુ આવ્યુ જ છે 
 
તેને રડતા રડતા શુ ભોગવવુ... જીવનની સાચી ખુમારીઅહી જ છે...કે સામી છાતીએ જીવનની દરેક 
 
પલ 
 
ને માણવી ૨૭/૧/૧૧

No comments:

Post a Comment