Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

એક વાર એને પ્રેમ કરી લ્યો...

એક વાર એને પ્રેમ કરી લ્યો...


જય રાધેક્રિશ્ના..

એક વાર એને પ્રેમ કરી લ્યો
અણુ અણુ થી પ્રેમ કરી લ્યો
એક વાર મન મુકીને પ્રેમ કરી લ્યો
હ્રદય રેલાય જાય તેવો પ્રેમ કરી લ્યો
આંખ વરસી જાય એવો પ્રેમ કરી લ્યો
દિવસ અને રાત કરી લ્યો
સપનામા કરી લ્યો ને હકીકતમા કરી લ્યો
બસ એક જ વાર આવો પ્રેમ એને કરી લ્યો

હવે એનો વારો..

એ એવો તો બાંધે પ્રેમપાશ મા કે ના છુટાય
બધુય એક એક કરી ને છુટે પણ એ ના છુટે
બસ એક જ વાર એવો પ્રેમ કરી લ્યો
જો પાછા જગત બાજુ જઇએ તોય
પાછળથી આવી વળગી પડે

બસ વાર્ંવાર નહી પણ એક જ વાર.. એક જ વાર..
નીચોવાઇ નીચોવાઇ ને એને પ્રેમ કરી લ્યો
એક જ વાર.. કરી લ્યો...

No comments:

Post a Comment