Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

ક્રિષ્ન તારા મહાભારત મા એક દુઃશાસન...

ક્રિષ્ન તારા મહાભારત મા એક દુઃશાસન...


જય રાધેક્રિશ્ના..

ક્રિષ્ન તારા મહાભારત મા એક દુઃશાસન છે
આજે અહી તો કેટલાય દુઃશાસન છે

તારા એ વખતના રાજમા તો ખાલી કપડા ખેંચાયા
તારા એ રાજમા દ્રૌપદીના ખાલી ચીર ભર સભામા ખેંચાયા
અહીં તો એક દુઃશાસન બીજા દુઃશાસન ના હાથ-પગ ખેંચે છે

ક્રિષ્ન તારા મહાભારતમા એક દુઃશાસન છે
આજે અહી તો કેટલાય દુઃશાસન ચાલે છે

ચારે કોર બહાર અને અંદર દુ શાસન ચાલે છે
શાસન ના નામે ખુલ્લે આમ લુંટફાટ ચાલે છે
ધર્મ ના નામે ખુલ્લે આમ લુંટફાટ ચાલે છે
રાજના નામે રાજ્યનુ લુંટફાટ ચાલે છે

ક્રિષ્ન તારા મહાભારતમા એક દુઃશાસન છે
આજે અહી તો કેટલાય દુઃશાસન ચાલે છે

મિત્રના નામે શત્રુની લુંટફાટ ચાલે છે
વિશ્વના સ્વાસના નામે કેટલાય વિશ્વઘાત ચાલે છે
ડોનેશનના નામે સ્કુલ કોલેજની ગુરુકુલમા લુંટફાટ ચાલે છે

ક્રિષ્ન તારા મહાભારતમા એક દુઃશાસન છે
આજે અહી તો કેટલાય દુઃશાસન ચાલે છે

લાંચ લેવી ને આપવી નુ તંત્ર ચાલે છે
એવોર્ડ મેળવવા ટેબલ નીચેનુ દુ શાસન ચાલે છે
ડીગ્રી ને સર્ટીફિકેટ્સ વેચવાનુ શાસન ચાલે છે

હવે કેટકેટલા ગણાવુ તને??
ક્રિષ્ન તારા મહાભારત મા એક દુઃશાસન છે
આજે અહી તો કેટલાય દુઃશાસન ચાલે છે

No comments:

Post a Comment