Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

પ્રથમ સ્વાસ અને અંતિમ સ્વાસ વચ્ચેની સફર

જીદગી...પ્રથમ સ્વાસ અને અંતિમ સ્વાસ વચ્ચેની સફર માત્ર છે...

જય રાધેક્રિશ્ના...

આ સ્થુલ જગત ની જીદગીની વાત કરીએ તો એ પ્રથમ સ્વાસ અને અંતિમ સ્વાસ વચ્ચેની સફર માત્ર છે.. આ બન્ને વચ્ચે મુસાફરી કરવાના રસ્તા ગંમે તેટલા હોય પણ મંજીલ તો દરેક ની એક અને માત્ર એક જ છે..."મ્રુત્યુ"...

આ જગત મા આવી યુનિવર્સલ ભાષા મા આગમન ની છડી પોકારી.. રડી ને જણાવ્યુ જુઓ હવે આવી ગયા.. કૈ જરુર પડી રડી લીધુ.. મા ને ખબર પડે કે ભુખ લાગી છે...જરુરીયાત પુરી કરી.. સુ..સુ..કરી રડી લીધુ... પેટમા દુખ્યુ રડી લીધુ...ઉંઘ આવી છે અને સમજ ના પડે તો રડી લીધુ.. દરેક બેઝીક જરુરીયાત કોઇ ન કોઇ રીતે પુરી થઇ... થોડ દી થયા.. પડખુ ફરતા થયા... ને એમ ને એમ ઉલટા થતા શીખ્યા... નવી નવી ચીજ વસ્તુઓ જોઇ..સાંભળી કુતુહલવશ આખો ચારે બાજુ આંખ ફેરવતા થયા... ૫ -  ૬ મહીના થયા ને ઘુટણીયે ચાલતા થયા.. ને આમ ને આમ ઉભા રહેતા શીખ્યા... આ જોઇ થોડા દી મા જો કાઈ પકડાઇ ગયુ તો એના સહારે બે પગલી ચાલ્યા.. ચાલતા ચાલતા પડી કેમ જવાય તે પણ શીખ્યા ને પડ્યા પછી પાછુ ઉભા થઇ ચાલવાનુ શીખ્યા.. (બચપન ની ના સમજીની ઉંમર મા પડ્યા પછી ઉભા થવા નુ શીખ્યા અને જ્યારે આજે કઇ સમજ છે તો બસ નીરાશ થઇ બેસી રહીશુ??)આમ ને આમ દોડતા થયા.. શેરી મહોલ્લા મા દોસ્તારો સાથે રમતા થયા ને ઝઘડતા પણ થયા.. અને પાછા ભેગા થઇ રમતા... ત્યાથી પાછી આવી સ્કુલ ની દુનીયા.. અને ત્યાથી ગયા કોલેજ... જો કોઇની સાથે ચાર આંખ થઇ તો પ્રણય ની વાતો પણ શીખ્યા... કાતો એક આ પ્રણય નો ઇતિહાસ કર્યો કાં તો વર્તમાન કરી જીવનસાથી બનાવી આગળ સફર મા વધ્યા.. કે વડીલો ની મરજી મુજબ જીવનસાથી સાથે સફર ચાલુ કરી.... થોડા દી થયા અને પાછા બે ના ત્રણ કે ચાર... અને એ જ પુનરાવર્તન... બાળ બચ્ચા ના દરેક એ જ પ્રસંગ અલગ રીત થી રજુ કર્યા આ સફરમા... એમ કરતા કરતા ઘડપણ ક્યારે આવી ગયુ એ જ ના સમજાયુ... અને આ જીવનની સફર કાં તો ઘર મા કાં તો દવાખાના મા કા તો પાછુ વ્રુધ્ધાશ્રમ મા અથવા તો કોઇ ને કોઇ બીજા આશ્રમ મા સંકેલાઇ... હા...ઘડપણ વગર..પ્રૌઢાવસ્થા વગર, યૌવન વગર કે બચપન વગર કોઇનો છેલ્લો સ્વાસ જલ્દી આવી જાય તે પાછી બીજી વાત થઇ.. પણ મંજીલ તો એક જ છે..."છેલ્લો સ્વાસ"

પાછી મજાની વાત તો એ છે કે આ આખી સફર મા જે રીતે ચાલ્યા એના પર જ "છેલ્લા સ્વાસ" ની ગતી છે બસ પહેલા થી છેલ્લ સ્વાસ સુધી આમ જ ચાલીશુ એ સમજાશે પણ છેલ્લા સ્વાસ ની ગતી નહી સમજાય...

No comments:

Post a Comment