Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

એક નજરે જે દેખાતુ હોય તે ના પણ હોય...

એક નજરે જે દેખાતુ હોય તે ના પણ હોય...


જય રાધેક્રિશ્ના...

એક નજરે જે દેખાતુ હોય તે ના પણ હોય...

કૌશલ્યામા ને રામ વહાલો.. પણ કૈકયીમા ને એનાથી વધુ વહાલો... રાજ્યાભિષેક ના આગલે દિવસે કૈકયીમા પાસે રામજી આવે છે... મા ને વંદન કરે છે... કૈકયી કહે... બોલો રાઘવ આજે મા ને કેમ યાદ કરી... રામજી કહે મા... કાલે રાજ્યાભિષેક થશે તો કામ બધા અધુરા રહેશે... મા તમારો સૌથી વહાલો દિકરો છુ.. ભરત કરતા પણ વધુ વહાલો.. પણ રાજ ના કામકાજ મા અટવાઇશ તો મુખ્ય કામ અટવાઇ જશે..મા તમે જ હવે આ વિટંમણા માથી મને બહાર કાઢી શકશો... આ કામ નથી કૌશલ્યામા નુ કે નથી સુમિત્રામા નુ.. મા મને ખબર છે કે તમે કાલે જે કામ કરશો એમા યુગો સુધી બદનામી છે.. જ્યા જ્યા અને જ્યારે જ્યારે રામકથા થાય ત્યારે કૈકયી નામ પર જગત થુંકશે... મા તારો ઉદરસુત તારો વેરી બનશે.. તને નફરત કરશે... પણ મા એક અત્યારે તમે જ એવા છો કે રામ ના કામ માટે જગત અને પુત્રની નફરત પણ વહોરી શકો... અને મા એટલે જ કહેવા આવ્યો છુ કે કાલ નો રાજ્યાભિષેક તમારા બુધ્ધિ ચાતુર્ય થી રોકી લો... જન્મદાત્રીમા મને વહાલ કરી જાણશે પણ એ મારા કામ માટે બદનામી નહી વહોરી શકે...

આજે પણ સંસાર મા કોઇ સ્ત્રી નુ નામ કૈકયી નથી સાંભળ્યુ... કેટલીક વાર પહેલી નજર મા જે દેખાતુ હોય છે તે સાચુ ના પણ હોય.. સત્ય તો હંમેશા ભુગર્ભ મા છુપાયેલુ હોય છે

બીજો એક પ્રસંગ...

શબરી ને આપણે સૌ ખુબ જાણીએ છીએ... આ નામ પ્રભુ ભક્તિમા આગળ પડ્તુ છે... શબરી નામ એટલા માટે કે એની પાસે શાબર મંત્ર હોય છે.. અને આ મંત્ર મા એક તાકાત છે કે વ્યક્તિ ને મુર્છા ન આવવા દે... ગાંડી ઘેલી શબરી આખી જીંદગી વાટ જુએ રામની.. અને રામ આવે ત્યારે એંઠા બોર ખવડાવે...કે કોઇ બોર ખાટુ તો નથી ને... લક્ષ્મણજી એંઠાબોર નાખી દે છે અને રામ આરોગે છે.... કારણ તો પ્રભુ જાણે જ છે.. કે આ બોર એ વાસ્તવ મા એંઠા એટલા માટે છે કે શાબર મંત્રથી અભિભુત થયેલ છે... પણ અજ્ઞાનવશ લક્ષ્મણજી આ બોર નો અનાદર કરે છે.... અને રાવણ સામે યુધ્ધ મા મુર્છા પામે છે...પણ રામજી શાબરમંત્રના પ્રતાપે સુરક્ષાકવચ પામે છે..

એક ત્રીજો પ્રસંગ...

રામજી વન મા સીતાહરણ પછી...ગાંડાની જેમ ફરે છે... હા સીતે... હા સીતે... અશ્રુધાર સાથે ફરે છે... પાર્વતીજી વીચારે આ પ્રભુ ના હોઇ શકે.. પ્રભુ તો આમ પત્નિ માટે થોડા ઝુરે??? એ શીવજી ને કહે છે કે આ વન મા આ રીતે રડ્તા પ્રભુજી ના હોઇ શકે..કે જેમનુ તમે નિરંતર ધ્યાન કરો છો.. શીવજી કહે દેવી એ વિષ્ણુ જ છે પણ અત્યારે લીલા કરે છે... આ તો લીલાધારી ની લીલા છે... તો પણ પાર્વતીજી માનતા નથી.. એ કહે તો હુ એમની પરીક્ષા લઉ.. શીવજી બહુ સમજાવે છે... ના દેવી એમ ના કરશો..પ્રભુ ની પરીક્ષા ના લેશો... ખુબ પસ્તાશો... મા માનતા નથી... એ તો જાય છે... મા નીચે આવે છે અને સીતાજી નો વેશ લે છે... રામજી ની સામે આવે છે.... રડ્તા રામ... પાગલની જેમ ફરતા રામ સીતાજી ને જોઇ એમને પગે લાગે છે... અને કહે છે કે મા.. એકલા કેમ આવ્યા... શીવજી ને કેમ સાથે ના લાવ્યા.. મા શરમાઇ જાય છે અને શીવજી પાસે જાય છે.. માફી માંગે છે.. શીવજી કહે છે... દેવી તમે થોડા સમય પુરતુ પણ સીતાજીનુ રુપ લીધુ છે.. અને એ સ્વરુપ મારે માટે મા તુલ્ય છે.. તો હુ તમારો અસ્વિકાર કરુ છુ.. પાર્વતીજી ને ખુબ પસ્તાવો થાય છે.. અને પિતા દક્ષના યજ્ઞ મા પતિને આમંત્રણ નથી એ પ્રસંગમા પોતાનો દેહ હવનકુંડ મા હોમી ને હિમાલયના પુત્રી તરીકે નવો જન્મ લે છે...

જય રાધેક્રિશ્ના

No comments:

Post a Comment