Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

આપણો આ દંભી સમાજ..કેવો?...

આપણો આ દંભી સમાજ..કેવો?...


જય રાધેક્રિશ્ના... (પ્રેરકઃ રજનીજી)

આપણો આ દંભી સમાજ..કેવો??
દંભમા રહેનાર દંભ જેવો

આંગળ કરતા વિચાર ના આવે
પોતાની બાજુ થઇ ગઇ ત્રણ આંગળ
આપણો આ દંભી સમાજ..કેવો??

કોણ કેમ શુ કામ કરે છે?
જોયા જાણ્યા વગર આંગળ કરે છે
આપણો આ દંભી સમાજ..કેવો??

બે ચાર વાહ વાહ કરી જાણે ને
સમાજના વાયરાની વિરુધ્ધ જુએ તો
બે ચાર આહ આહ પણ કરી જાણે
આપણો આ દંભી સમાજ..કેવો??

સમાજની સમજણ જ ટુંકી??
જ્યા સમ ભાવ હોય તે જ સમાજ
પણ એક આંગળ સામે અને ત્રણ પોતાની બાજુ
તો ક્યાથી લાવશુ સમ ભાવ??
આપણો આ દંભી સમાજ..કેવો??

એમ કરીએ હવે પોતાની બાજુ થી એક છુટી કરીએ
ને સામે બાજુ જવા દઇએ..
હવે આવ્યો ખરાખરીનો ખેલ
ને બંદુકની ગોળી એ ફોડ્યા વિચારોના મતભેદ
આપણો આ દંભી સમાજ..કેવો??

જેમ હુ સમાજના વિચારોને ફોડી શકુ
તેમ હુ મારા મસ્તિષ્ક પર બંદુક ફોડી શકુ
હવે આવ્યો સમભાવ નો સમાજ પણ...
ત્યા સુધી...
...આપણો આ દંભી સમાજ..કેવો??
...દંભમા રહેનાર દંભ જેવો

No comments:

Post a Comment