'મેં ભૂલો કરીજ નથી', 'હું ભૂલો કરુજ નહીં ', તેવો દાવો અત્યંત નિમ્નકક્ષાનો પામર માણસ જ કરી શકે. આવા પામરો જયારે પરમાત્મા થઇ બેસે અને જયારે હજારોની ભીડ તેમના પગ ધોતી થઇ જાય ત્યારે પ્રજાના પતન વિશે શું શંકા રહે? આપણે ત્યાંના ધાર્મિક ચરિત્રો લગભગ આ દિશામાં વિકસ્યા છે, એટલે તેમાં સત્ય કરતા અસત્ય, અને સહજતા કરતા દંભનું તત્વ પ્રચુર રહ્યું છે. ભૂલો કરનાર પણ સંત થઇ શકે - આવી વાત આપણા ગળે નથી ઉતરતી. એટલે પ્રાચીન આચાર્યો, અવતારો , સંતો, વિદ્વાનો વગેરેને આપણે પૂર્ણ-પરિપૂર્ણ , માનવા -મનાવવાનો દાવો કરીએ છીએ. સામાન્ય પ્રજાને ઘેન તથા મદનું અફીણ પીવડાવવાની પ્રકિયા ચારે તરફ ચાલી રહી છે. આ ઘેન જ તેને સભાન થવા દેતું નથી.
-----સ્વામી સચ્ચિદાનંદજી ----
No comments:
Post a Comment