તમે છો તો …
તમે નથી આ જામના પ્યાલાઓ બહું પ્યારા લાગે છે.તમે છો તો મને પ્રિયતમા અને પ્રિયાના ખ્યાલો આવે છે.
તમે છો તો મારા અસ્તિત્વમાં નવો ધમધમાટ લાગે છે,
તમે નથી તો દુનિયામાં બધે વૈધ્યવનો અણસાર આવે છે
તમે છો તો ફુલ-ગજરા ને વેણીઓના વિચાર આવે છે,
તમે નથી તો આ ફુલોના કરમાયેલા ચહેરાઓ નજર આવે છે.
તમે છો તો જીવતર આપની જાદુંગરી સમું લાગે છે
તમે નથી તો જીવતર નિર્જીવ ખોળીયા સમુ લાગે છે
(નરેશ ડૉડીયા)
No comments:
Post a Comment