તારી યાદ..
બેચેની દઇ સુખચેન લૂંટે તારી યાદ,અંગઅંગ ને રોમ રોમમાં ફૂટે તારી યાદ.
સાગરના મોજાંની જેમ ઉછળતી તારી યાદ,
મારા સઘળા લોહીમાં ઓગળતી તારી યાદ.
આવે દિવસ–રાત જો નિરંતર તારી યાદ,
મારા સઘળા શ્વાસો રાખે અધ્ધર તારી યાદ.
રાતે સપનામાં પણ કાયમ ખીલતી તારી યાદ,
મારા ગીતો–ગઝલોને પણ ઝીલતી તારી યાદ.
હેયે પલીતો ચાંપી ખિલખિલ હસતી તારી યાદ,
વેગીલા અશ્વો સાથે ધસમસતી તારી યાદ.
(નરેશ કે.ડૉડીયા)
No comments:
Post a Comment