Φ अपना विषय खोजे

Sunday, March 25, 2012

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના મનઘડંત જુઠાણાને પડકાર


મહાત્મા મંદિરસ્મૃતિ મંજૂષા વિશેના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના મનઘડંત જુઠાણાને પડકારતા પ્રવકતા મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રીએ મહાત્મા મંદિરના પાયામાં ઉતારાયેલી ગુજરાતની સ્મૃતિ મંજૂષાસમયસંદૂક અંગે વિકૃત અર્થઘટનો અને મનઘડંત જૂઠાણા ફેલાવ્યા છે તેની આકરી ટિકા કરી છે.

શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું છે કે ગુજરાતની છ કરોડ જનતાના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકચાહનાથી રગેરગે પીડાતા વિપક્ષના આગેવાનો વિકૃત દ્વેષભાવથી સરકારી દસ્તાવેજોમાંથી પોતાને ફાવતા મનઘડંત અર્થઘટનો કરીને પ્રજાને કઇ રીતે ગેરમાર્ગે દોરવા આંધળુકિયા કરે છે તે આજના શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના આ સ્મૃતિમંજૂષાના નિવેદનથી સ્વયંસ્પષ્ટ થાય છે.

પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે સ્મૃતિમંજૂષામાં સમગ્રતયા શ્રીકૃષ્ણની અને મહાત્મા ગાંધીની ભૂમિ એવા ગુજરાતની સૌથી પ્રાચિન અને રાષ્ટ્રીય સભ્યતા એવી શાસ્વત સંસ્કૃતિ, અસ્મિતા અને સમૃધ્ધિના ભવ્ય ભૂતકાળ અને ઇતિહાસની ઘટનાઓને વણી લેવામાં આવેલી છે. પરંતુ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રીને એમાં કોઇ રસ ના હોય કારણ કે નરેન્દ્રભાઇ મોદી માટેના નિન્દારસ સિવાય તેમને કાંઇ સૂઝતું જ નથી. સ્મૃતિ મંજૂષામાં સ્વાતંત્ર્ય સંગ્રામ, ગાંધીજીની દેશની આઝાદી માટેની લડત, ૧૯૪૭ની આઝાદી અને રજવાડાઓનું સરદાર પટેલે કરેલું વિલિનીકરણ, ૧૯પ૬ની મહાગુજરાત ચળવળ અને ઇન્દુલાલ યાજ્ઞિક સહિતના ૧૯૬૦ના નેતાઓ, સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રવિશંકર મહારાજે ગાંધી આશ્રમમાં કરેલા ઐતિહાસિક પ્રવચન તથા ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીના તમામ ૧૪ મુખ્યમંત્રીશ્રીઓના કાર્યકાળની ઝલક સહિત વિનાશમાંથી વિકાસ માટેના મક્કમ એવા ઘરાતલના તેજની સાફલ્યગાથા આલેખાઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ તો મહાત્મા ગાંધીજીના જીવનમાંથી યુગો સુધી પ્રેરણા મળે એવા ગુજરાતીઓના પુરૂષાર્થની અનેક સાફલ્યગાથા, ઇતિહાસની મજબૂત નીંવની રચના અને મહાત્મા મંદિરના નિર્માણ દ્વારા ચાર ભાષામાં આ સ્મૃતિમંજૂષાનું ભૂમિસ્થાપન કર્યું છે પરંતુ, વિપક્ષને આ સત્ય હકિકતો સાથે કશી જ લેવાદેવા નથી. ગુજરાતનું આગવું સ્વાભિમાન અને ગુજરાતનું હિત સચવાય, સારૂં દેખાય એ સાંખી શકવાનું માનસિક સ્વાસ્થ્ય વિપક્ષમાં નથી એ પણ પૂરવાર થઇ ગયું છે.

પ્રવકતા મંત્રીશ્રીએ વિપક્ષ કોંગ્રેસની, ઇતિહાસને વિકૃત ચિતરવાની પરંપરાગત માનસિકતા ઉપર પણ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશભકત ક્રાંતિવીરોના સાચા ઇતિહાસ સાથે ચેડાં કોણે કર્યા છે? ભારતની સાંસ્કૃતિક અસ્મિતાને ઢોંગી બિનસાંપ્રદાયિકોની પનાહમાં બેસીને વિકૃત કોણે દર્શાવેલી છે?

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખમાં હિંમત હોય તો તેમના પૂર્વજો એવા ભૂતકાળના કોંગ્રેસી શાસકોના ભ્રષ્ટ કરતુતોની કાળ સંદૂકો વિશે સચ્ચાઇ બહાર લાવે, એવો પડકાર કરતાં પ્રવકતા મંત્રીશ્રીએ વેધક સવાલ કરતાં જણાવ્યું કે ઇમરજન્સી કટોકટી કાળની ટાઇમ કેપ્સુલમાં દિવંગત વડાપ્રધાને જે લોકશાહીનું ગળું ઘોંટયું હતું તેને વિકૃત કઇ રીતે ચીતરશો?

શ્રી અર્જુન મોઢવાડિયા ભવિષ્યમાં કોંગ્રેસ શાસનના દિવા સપનાં જોઇ રહ્યા છે પરંતુ, ભ્રષ્ટ શાસનના કારણે તો ગુજરાતની જનતાની નજરમાંથી ફેંકાઇ ગયા છો તેના ઇતિહાસમાંથી બોધપાઠ નહીં લો ત્યાં સુધી સત્તાસુખ મળવાનું નથી એમ પણ શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું છે. http://www.narendramodi.com/themes/Standard/media.aspx?Id=174c325e-61ab-4efe-b712-b291dbdb8d80 www.namoleague.comwww.narendramodi.com 

No comments:

Post a Comment