Φ अपना विषय खोजे

Tuesday, October 9, 2012

ગાંધીવાદી પક્ષ લાલ-લીલા ગાંધીજીના વોટરમાર્ક ફોટો વાળા કાગળ સ્વિસ-બેંકોમા ટ્રાંસફર

ƪJugal Eguru  ▐ ગાંધીવાદી પક્ષ લાલ-લીલા ગાંધીજીના વોટરમાર્ક ફોટો વાળા કાગળ સ્વિસ-બેંકોમા ટ્રાંસફર ▐

ગાંધીવાદી પક્ષ ગાંધીને એટલા સમર્પિત છે કે, લાલ-લીલા ગાંધીજીના વોટરમાર્ક ફોટો વાળા એક પણ કાગળ જવા દેતા નથી, અને સલામતી માટે સ્વિસ-બેંકોમા ટ્રાંસફર કરાય છે...!!!
પ્રજા વાત ના કરે પોતાના અધિકારની......જો એ ઊતારી ના શકે ખુરશી ભ્રષ્ટ કેંદ્ર સરકારની
-જુગલ ઇગુરૂ
કેંદ્રના પ્રધાનોની સંપત્તિમાં આવેલી ઝડપી બરકતનું, જેને ફિલ્મી ભાષામાં વન ટુ કા ફોર કહો તો ચાલે.
Φ મે, ૨૦૦૯માં પ્રધાનદીઠ મિલકતનો સરેરાશ ફિગર Rs.૭.૩ કરોડ હતો,
Φ જે માત્ર ૨૮ મહિના પછી ઓગસ્ટ, ૨૦૧૧માં એવરેજ Rs.૩.૩ કરોડના વધારા સાથે Rs.૧૦.૬ કરોડની સપાટીએ પહોંચ્યો.
વિશેષ ધ્યાન ખેંચનાર અને દરેક ધંધાદારી અકાઉન્ટન્ટ માટે વિચારપ્રેરક દ્રષ્ટાંત ▐ પ્રફુલ્લ પટેલનું લેખાય, જેમણે
Φ મે, ૨૦૦૯ની ચૂંટણી વખતે એફિડેવિટમાં પોતાની અસ્કયામતો Rs.૭૯ કરોડ હોવાનું જણાવ્યું હતું.
Φ ૨૦૧૧ના ઓગસ્ટ સુધીમાં તો તેમણે પોતાની સ્થાવર અને જંગમ મિલકતો વધારીને Rs.૧૨૨ કરોડ જેટલી કરી નાખી.
▐ સાદી ગણતરી માંડો તો જણાય કે વચગાળાના ૨૮ મહિનામાં તેમની આવકનું મીટર રોજના Rs.૫,૦૦,૦૦૦ કરતાં વધુ દરે ફર્યું. આ બધો સમય તેઓ નાગરિક ઊડ્ડયન ખાતાના પ્રધાન હતા.
આશ્ચર્યના બીજા આંચકા માટે તૈયારી રાખો. પ્રફુલ્લ પટેલની સંપત્તિમાં ૫૩%નો વધારો જો માનો યા ન માનો જેવો જણાતો હોય તો ૧૦૯૨%ના વધારા અંગે શું માનો છો ? કેંદ્ર સરકારના
Φ એસ. જગતરક્ષકન નામના મંત્રીએ ૨૦૦૯માં ચૂંટણી વખતના સોગંદનામા મુજબ પોતાની મૂડી Rs.૫.૯ કરોડ બતાવી હતી.
Φ ૨૦૧૧માં તેમનો એ જુમલો રોકેટવેગે વધીને Rs.૭૦ કરોડે પહોંચ્યો. ધનભંડારમાં તેમણે રોજેરોજ સરેરાશ Rs.૭,૬૨,૦૦૦ ઉમેર્યા.
Φ જુનિઅર પ્રધાન મિલિંદ દેવરાને તેમણે ક્યાંય ભોંઠાં પાડી દીધા, કારણ કે દેવરાએ રોજના લગભગ Rs.૧,૯૦,૦૦૦ કરતાં વધુ ગજુ કાઢ્યું નહિ.
Φ બીજા જુનિઅર પ્રધાન રાજીવ શુક્લનું ગાડું દૈનિક Rs.૨,૬૦,૦૦૦ પાસે અટક્યું.
આ બધા જાજરમાન આંકડા જોયા પછી સવાલ એ થાય કે સરકારને દૂધે ધોયેલી જાહેર કરવા વડા પ્રધાને દાખવેલી પારદર્શકતામાં ખરેખર પારદર્શક જેવું શું છે ? પ્રધાનોની આંજી દેતી સંપત્તિ પ્રજાની નજર સામે આવી છે, પણ આવકના કયાં સાધનો દ્વારા સંપત્તિનો ખડકલો કરાયો તે જાણવાનો પ્રજાને અધિકાર ખરો કે નહિ ? પાયાનો સવાલ તો એ છે. સવારથી સાંજ લગી કેંદ્ર સરકારના મંત્રાલયમાં (અને વચ્ચે ક્યારેક પાર્લામેન્ટમાં) બેસી રહેતો પ્રધાન રોજના પાંચ-સાત લાખ રૂપિયાની ટંકશાળ કેવી રીતે પાડે એ પ્રજાએ જાણવું રહ્યું અને સરકારે જણાવવું રહ્યું. ખાસ કરીને એવા માહોલમાં કે જ્યાં (ડો. અર્જુનસેન ગુપ્તા કમિટિના રિપોર્ટ મુજબ) ૮૩.૬ કરોડ લોકોને રોજની Rs.૨૦ થી વધુ આમદાની મળતી નથી.

No comments:

Post a Comment