ઇન્ટરનેટ ઉપર ગુજરાત રાયટ-૨૦૦૨ ટાઇપ કરીને સર્ચ કરો તો જે પહેલી તસવીર ઊભરે છે એ છે કુતુબુદ્દીન અન્સારીની. એ ચહેરો જે ત્રાસદીનું પ્રતિબિંબ હતો તે આજે પરિશ્રમથી બદલેલા ભાગ્યનું પ્રતીક છે.
ગુજરાત વિષે વાત કરતા તેની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત રેલાઈ આવે છે. તે કહે છે કે પશ્ચિમ બંગાળ સરકારે તેના માટે લાલજાજમ બિછાવી હતી. પરંતુ તે કર્મભૂમી ગુજરાતને ભૂલી શક્યો નહીં. અને ત્યાંથી પરત આવી ગયો હતો. અહિંયા આવી થોડા પૈસાની વ્યવસ્થા કરી અને મકાનના ઉપરના માળે જ કારખાનું શરૂ કરી દીધું. આજે તે ફેકટરીમાં છ કારીગીર રાખી શર્ટ બનાવતી કંપનીઓનું જોબવર્ક કરી સારું એવું કમાવી લે છે. ૨૦૦૨માં અંસારી ગુજરાતના વરવા સમયનું પ્રતિબિંબ હતો. આજે એ ખમીરવંતા ગુજરાતીઓનું પ્રતિક છે.
No comments:
Post a Comment