દિલ્હીના ડબ્બાઓનુ ગુજરાત સાથે ડબ્બા રાજકરણ.... ગુજરાત ને ભાંડતા સમાચાર ના હોય તો મિડીયા વાળાને મસાલા વગર્નુ ખાતા હોય એવુ લાગે ....અને એ મસાલા બદલ જ્યારે બેંક ના આંકડા વધતા હોય તો કેમ મસાલો ના નાંખે....!!!!!!!!!!!!!!!!!!!......ગુજરાત એટલે કેંદ્ર માટે બોડી બામણી નુ ખેતર...!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
દરિયાપુરના ડબગરવાડમાં બળીને ખાખ થઈ ગયેલા એક મકાનમાંથી તદ્દન ભડથું થયેલી લાશોને ઉતારવામાં આવી રહી હતી. મરનારા નવ ડબગરો હતા. એ સમયે કરફ્યુ હોવા છતાં ૪૦થી વધુ વ્યક્તિઓ વાહનો સાથે ત્યાં આવી અને મકાન પર ભારે પથ્થરમારો કર્યો અને આગ ચાંપી દીધી. ૧૯૮૫ના એ ડબગરવાડની તસવીરો હંમેશા યાદમાં તાજી હતી. કેવી રીતે આટલો ભયાનક હત્યાકાંડ કરનારા ઘટના સ્થળેથી છટકી શક્યાએ સમજાતું નહોતું.
ગોધરામાં એસ-૬ ડબામાં ફરતો હતો ત્યારે ફરી એક બાબત સમજાતી નહોતી. ગુજરાતની જે પોલીસ મહિનાઓ સુધી દરરોજ સેંકડો ગોળીઓ છોડતી રહી પણ તે દિવસે સિગ્નલ ફળિયા પાસે આગચાંપી રહેલા ટોળા પર કેમ એક પણગોળી કેમ ન છોડી શકી? ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હતું- વધુ ઘાતક રીતે. પણ શાયદ ડોબી પોલીસને ઈતિહાસ અને ઈન્કવેસ્ટ વચ્ચેનો ફરક સમજાતો નથી. તે દિવસે ગોધરામાં સર્જાયેલા ડબ્બા અને ડોબાઓના ભયાનક મિશ્રણે આખા ગુજરાતને દાયકાઓ પાછળ ધકેલી દીધું હતું.
આજે તો એસ-૬ને ‘સંતાડી’ દેવાયો છે. પણ એથી તે દિવસે થયેલા મોતને સંતાડી શકાયા નથી. ડબામાં ફરતી વખતે હું તદ્દન સ્તબ્ધ હતો. આવા અનેક ડબામાં અનેકવાર સફર કરી હતી. પણ આ-આ એક ભયાનક અનુભવ હતો. ચારે તરફ આગમાં બળી ગયેલા લોખંડનો કાટમાળ હતો. ક્યાંક ક્યાંક સીટોની જગ્યાએ લોખંડના ચોકઠા ઉપસી આવ્યા હતા. ૭૨ નંબરની સીટ પાસે ફરશ પર ગોળ કાણું પડી ગયું હતું. કદાચ અહીં આંગ લાંબો સમય ચાલી હશે. એકાદ ઈંચ જેટલાં લોખંડના પતરાને ઓગાળી નાંખે એટલો લાંબો સમય. બારીઓપર પથ્થરોના નિશાન સાફ દેખાતા હતા. ડબાનું અગ્નિસ્નાન પણ આ નિશાન મિટાવી શક્યું નહોતું કેટલાક નિશાન ક્યારેય મિટાવી શકાતા નથી.
ડબ્બાના બારણા ખુલ્લા હતા બારીઓ ખુલ્લી હતી છતાં શ્વાસ લેવો ભારે થઈ રહ્યો હતો, તે સમયે આગ જ્યારે ઓક્સિજન ગળી રહી હતી ત્યારે સેંકડો લોકોએ એક એક શ્વાસ બચાવવા કેવી મથામણ કરી હશે? આગળ વિચારવાનું પણ મુશ્કેલ હતું.
ધીમે ધીમે ચાલતો હું એ સિગ્નલ તરફ જઈ રહ્યો હતો જ્યાં તે દિવસે ટ્રેન અટકાવાઈ હતી. એ સિગ્નલ તરફ જ્યાંથી ગુજરાતની ટ્રેને ગોઝારો વળાંક લીધો હતો. આજે તો ડાબી બાજુએ મોટી દિવાલ છે પણ એ વખતે અહીં દિવાલ નહોતી અને સામેના ફળિયામાંથી ટ્રેન પર મોત ઘસી આવ્યું હતું. થોડાક- માત્ર થોડાક કલાકોનો ખેલ હતો એ, એ પાશવી ખેલ પત્યો અને ગાંધીનું ગુજરાત ગોધરાના નામે ઓળખાતું થઈ ગયું હતું.
આજે દસ વર્ષ બાદ સંતાડી દેવાયેલા એડબામાં આસપાસના બાળકો ક્યારેક ક્યારેક ઘુસી જાય છે. એ બાળકો જેમનો જન્મ પણ એ સમયે થયો નહોતો. બાળકોની કિલકારીઓ એ સ્થળે ગુંજતી રહે છે જ્યાં ૫૦થી વધુ લોકોના અંતિમ અવાજો ભડભડ સળગ્યા હતા. બાળકોને કદાચ કાંઈ ખબર નથી ખબર હશે તો એમને સમજાતું નથી. દરેક નવા વર્થમાનને શાયદ જુનો ઈતિહાસ સમજાતો નથી.
૨૦૦૨ના એ વર્ષમાં જ્યારે મહેસાણાની કોર્ટમાં સરદારપુરાના આરોપીઓની જામીન અરજી ચાલી રહી હતી. ત્યારે બચાવ પક્ષના વકીલ દલીલો કરી રહ્યા હતા અને દલીલોમાં તેમણે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ ટાંકર્યું હતું.
જેમાં કોર્ટે કહ્યું હતું જ્યારે તમારી પર ટોળાનો ભારે હુમલો અને પથ્થરમારો હોય ત્યારે તમે બારીમાં જઈ માણસો ઓળખવાની કોશિષ ન કરો. તમારી સ્વાભાવિક પ્રતિક્રિયા બચાવની હોય આથી ભોગ બનનારાઓ દરેક આરોપીઓને જોયા હોવાનું શક્ય નથી. અઆ આધારે સુપ્રીમ કોર્ટે આરોપીઓને જામીન પર છોડ્યા હતા. અલબત્ત પાછળથી આ આરોપીઓને સજા થઈ હતી પણ મહેસાણાના વકીલ સુપ્રીમનાં જે કેસનો ચુકાદો ટાંકયો હતો એ કેસ હતો ડબગરવાડ હત્યાકાંડ. ઈતિહાસનું કાળચક્ર ફરી રહ્યું હતું. ઈતિહાસ હંમેશા એ જ શીખવે છે કે ઈતિહાસના બોધપાઠ ક્યારેય ભૂલવા જેવા નથી હોતા.
ખાખી ડોબાઓએ ૧૯૮૫નો ડબગરવાડકાંડ યાદ રાખ્યો હોતતો ૨૦૦૨માં એ ડબ્બાકાંડ આટલો ન બન્યો હોત. પણ જો અને તો ના ખેલતી ઈતિહાસ બદલાતો નથી ૨૦૧૨માં ઈતિહાસનો આ જ બોધપાઠ છે. - જુગલ
No comments:
Post a Comment