Φ अपना विषय खोजे

Thursday, April 26, 2012

वीर सांघवी और नीरा राडिया के बीच बातचीत के टेप

नीरा राडिया के टेप और इससे जुड़ी खबरें 
इस देश के लोकतंत्र को समझने, मीडिया को समझने, कारपोरेट के काम के तरीके को समझने, बड़े स्तरों पर होने वाले खेल-तमाशे के मॉडस आपरेंडी को समझने के लिए बेहद जरूरी है. खासकर जो लोग मीडिया में प्रवेश ले रहे हैं, उन्हें ये टेप जरूर सुन लेने चाहिए, इससे संबंधित खबरें जरूर पढ़नी चाहिए. देश की मीडिया को हिलाकर रख देने वाले राडिया टेप, देश में शीर्ष स्तर पर होने वाले स्पेक्ट्रम घोटाले के रहस्यों की सभी परतों को खोल कर रख देने वाले ये टेप भड़ास4मीडिया पर उपलब्ध हैं. भड़ास4मीडिया ही वह पोर्टल है, वो मीडिया माध्यम है जिसने सबसे पहले राडिया टेप, पत्रकारों के फंसे होने, खासकर बरखा दत्त और वीर सांघवी के दामन के दागदार होने की खबर प्रकाशित की, डाक्यूमेंट के साथ. जब यह खबर छपी तो हर ओर हंगामा मचा लेकिन आरोपी मीडिया दिग्गजों ने चुप्पी साधे रखी. बाद में कई महीने बाद जब राडिया के टेप बजने शुरू हुए तब आरोपी मीडिया दिग्गजों की तरफ से सफाई आने लगी. सारा माजरा नीचे दिए गए टेपों को सुनिए फिर उससे संबंधित खबरों को पढ़ने के लिए शीर्षकों पर
1- वीर सांघवी और नीरा राडिया के बीच बातचीत के टेप... इन टेपों में वीर सांघवी ने सोनिया गांधी की चाभी अपने पास होने का दावा नीरा राडिया के सामने किया है... देश के बड़े-बड़े मुद्दों पर ये ऐसे बात करते हैं जैसे सब कुछ इनके इशारे पर होता है.. वीर सांघवी मुंबई के रईस परिवार के बेटे हैं और पत्रकारिता में 22 साल की उम्र में संपादक बन गए थे.. अब पचास से ज्यादा के हैं लेकिन रंगबाजी और कभी टीवी चैनलों में से किसी के लिए तो कभी शुद्ध दलाली वाले कॉलमों के लिए दुनिया के कोने-कोने में घूमते रहते हैं.. इसके बावजूद जयपुर में हों या गोवा में, महादलाल नीरा राडिया के लिए मुकेश अंबानी की सेवा करने का वक्त निकाल लेते हैं... हमारे पास वीर सांघवी जैसे सफल पत्रकार के दलाली से जुड़े आठ टेप हैं... एक-एक कर के आपको सुनवाएंगे भी.. देखते जाइए कि हमारी पत्रकारिता के महानायकों के असली चेहरे कितने बदसूरत हैं...














Tuesday, April 24, 2012

સ્વભાવ એ તો ગુણ છે. ગુણ આપણાથી અલગ કેવી રીતે થાય ?


The Experiment
The Experiment (Photo credit: Wikipedia)
કોઈએ કહ્યું છે : 'ચંદન વધારે ઘસવાથી એની વધારે સુગંધ આવે છે. શેરડી વારંવાર ચૂસવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. સોનાને વધારે ગરમ કરવાથી સુંદર આકાર ધારણ કરે છે. મૃત્યુ સુધી પણ ઉત્તમ વ્યક્તિઓનો સ્વભાવ વિકૃત થતો નથી.' સ્વભાવ એ તો ગુણ છે. ગુણ આપણાથી અલગ કેવી રીતે થાય ? સંસ્કૃતમાં કહેવાયું છે કે, 'કાન અથવા પૂંછડી કાપી નાખવાથી કૂતરો તો કૂતરો જ રહે છે, ઘોડો કે ગધેડો બની જતો નથી.' જે છે તે જ રહે છે. વલ્લભદેવ કૃત 'સુભાષિતાવલિ' (૨૭૩)માં કહેવાયું છે કે, 'એ જ પવિત્ર છે, એ જ ધીરજવાન છે, એ જ કુલીન છે અને જ પ્રશંસનીય છે જે વિપત્તિમાં પણ પોતાનો સ્વભાવ છોડતો નથી.' જેનો ઉત્તમ સ્વભાવ છે એ છૂટવો ન જોઈએ. સૌના સ્વભાવ સરખા પણ હોતા નથી. બાણભટ્ટે 'હર્ષચરિત'માં કહ્યું છે : 'લોકો સ્વભાવ અને નિંદા-કૂથલી મનમાની અને વિચિત્ર હોય છે.' જે માણસનો સ્વભાવ વધારે પડતો ગુસ્સાદાર હોય એને ઘણું નુકસાન થતું હોય છે. એ વાત એ જાણતો હોવા છતાં એના પર કાબૂ મેળવી શકતો નથી. નારાયણ પંડિતે 'હિતોપદેશ' (૩/૪૫)માં કહ્યું છે : 'ગરમ સ્વભાવ બધી જ સિદ્ધિઓનું પ્રથમ વિઘ્ન છે.' કોઈપણ કાર્ય સુપેરે થતું હોય, પણ પોતાના સ્વભાવના કારણે તે ક્યારે બગડી જાય તે કહેવાય નહીં. એનું કારણ એ છે કે, 'ચાણક્યસૂત્રાણિ' (૧૬૪)માં કહ્યું છે : 'ભૂખ્યો હોવા છતાં સિંહ ઘાસ ખાતો નથી.' જેની જે પ્રકૃતિ છે એમાં કોઈ જ ફેરફાર થતો નથી. જે ઉત્તમ પુરુષો છે, જે સજ્જનો છે, એમના સ્વભાવમાં અને મનમાં પણ કોઈપણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. 'કુમારસમ્ભવમ્' (૮/૬૫)માં કહ્યું છે : 'નિર્મળ સ્વભાવવાળી વ્યક્તિઓમાં સમય અને દોષથી ઉત્પન્ન થનારી વિકૃતિ હોતી નથી.' પણ બીજી તકલીફ એ છે કે, ક્યારેક મોટા માણસોમાં પણ સ્વભાવગત પ્રકૃતિના કારણે ઈર્ષા-અહમ્ વધારે હોય છે. 'કિરાર્તાર્જુનીયમ્' (૨/૨૧)માં કહ્યું છે : 'મોટા લોકોનો સ્વભાવ છે કે, એ શત્રુની ઉન્નતિને સહન કરી શકતા નથી.' બીજાની ઉન્નતિને-પ્રગતિને સહન કરવી અથવા એનો આનંદ લેવો એ મહાપુરુષનો ગુણ છે. 'દર્પદલનમ્' (૧/૩૦)માં કહ્યું છે : 'દયા જ પ્રસિદ્ધ વિદ્યા છે, સત્ય જ અક્ષય ધન છે, જે માણસનો વિવેક જાગૃત છે એના માટે સુંદર સ્વભાવ જ ઉચ્ચ કુળ છે.' માણસ પોતાના સ્વભાવથી જ મહાન કે નિમ્ન સ્તરનો બની શકે છે. સ્વભાવ ક્યારેય છૂપાવી શકાતો નથી. 'ધર્મશર્માભ્યુદય' (૬/૯)માં કહ્યું છે : 'સૂર્ય ઊંચાં ઉદયાચલના વનમાં છૂપાઈને પણ શું એ પોતાનું તેજ છોડી શકશે ?' ભલે પર્વતોની પેલે પાર હોય, વાદળોથી થોડા સમયે ઘેરાયેલો હોય, તોય પોતાની આભાનો અણસાર તો આવે જ છે. કારણ કે એ જ એની પ્રકૃતિ છે.
'વાલ્મીકિરામાયણ' (૪/૨૫/૫)માં કહ્યું છે : 'કોઈપણ માણસ સ્વતંત્ર રીતે કોઈ કામ કરી શકે છે અને ન તો બીજા કોઈને એમાં જોડવાની શક્તિ રાખે છે. આખું જગત સ્વભાવને આધીન ચે અને સ્વભાવનો આધાર કાળ છે.' આપણે કહીએ છીએ કે, સમય સમયનું કામ કરતો હોય છે. કોઈ જ માણસ પોતાની જાતને ક્યારેય છૂપાવી શકતો નથી. જે છે તે આજે નહીં તો પછી ક્યારેક પણ પ્રગટ થવાનું જ છે. 'વાલ્મીકિરામાયણ' (૬/૧૭/૬૪)માં કહ્યું છે : 'પોતાના આકારને ભલે કોઈ છૂપાવે, પણ તે છૂપાઈ શકતું નથી, પરંતુ માણસની દુષ્ટતા કે સાધુતા તે વધારે રીતે પ્રગટ કરે છે.' તમે તમારા અવગુણોને દબાવી રાખવાનો પ્રયત્ન કરો તો તે બમણા વેગથી પ્રગટ થતાં હોય છે. જેની જેવી પ્રકૃતિ એવો એનો વ્યવહાર હોય છે. 'ભગવદ્ગીતા' (૩/૩૩)માં કહ્યું છે : 'જ્ઞાાની માણસ પણ પોતાની પ્રકૃતિ-સ્વભાવ પ્રમાણે જ આચરણ કરતો હોય છે. બધાં જ પ્રાણીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ આચરણ કરતાં હોય છે. દમનથી શું થઈ શકે ?' જેનો જે સ્વભાવ છે એને તમે દબાવા જાઓ તો એ વધારે ઊછળતો હોય છે. 'વાલ્મીકિરામાયણ' (૩/૫૦/૧૧)માં કહ્યું છે : 'જેના સ્વભાવમાં કામની પ્રધાનતા છે, એના એ સ્વભાવને ધોઈ શકાતો નથી.' જે છે એ છે જ. સંસ્કૃતમાં કોઈએ કહ્યું છે : 'કાગડાનું શરીર ભલે સોનાથી મઢાવો, એની ચાંચમાં માણેક જડાવો અને એની દરેક પાંખમાં મણિ ગૂંથાવો છતાં તે કાગડો જ રહેશે, રાજહંસ બની શકશે નહીં.' એટલે તો સૂરદાસે કહ્યું છે : 'સૂરદાસ કારી કામરિ પૈ ચઢત ન દૂજો રંગ.' એ જ વાત મીરાંબાઈએ કરી છે : 'ઓઢું હું કાળો કામળો, દૂજો દાગ ન લાગે કોઈ.' તો બિહારીએ પણ ગાયું છે : 'કોટિ જતન કોઉ કરો, પરૈ ન પ્રકૃતિહિ બીય.' જે સ્વભાવ છે એ ક્યારેય બદલાતો નથી, ભલે ગમે તેટલા પ્રયત્ન કરો. જે માણસનો જેવો સ્વભાવ પડયો હોય તેનો તે જ રહે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, 'જો આજીવન દૂધના સમુદ્રમાં ડૂબેલો રહે તોય કાગડો કાળો જ રહે છે.' આ જે પ્રકૃતિ છે, એ ક્યાંથી મળે છે ? લક્ષ્મીનારાયણ મિશ્રે કહ્યું છે : ' સદાચાર માણસની રુચિથી પેદા થતો નથી. એ તો જે ધરતી ઉપર જન્મ્યો છે તે પેદા કરે છે. આ ધરતીના ગુણ અને સ્વભાવ પ્રમાણે જ આપણો સ્વભાવ બનતો હોય છે.' આપણને આપણી ધરતીએ જે સ્વભાવ ઘડયો છે એ કેવી રીતે ભૂંસી શકાય ? મરાઠીમાં તો લોકોક્તિ છે : 'જી ખોડ વાલા તી જન્મકાલા' એટલે કે 'બાલ્યકાળનો સ્વભાવ જન્મભર રહે છે.' એ સ્વભાવ બદલાતો નથી. પ્રેમચંદે 'સેવાસદન'માં કહ્યું છે : 'રૂપ-લાવણ્ય પ્રાકૃતિક ગુણ છે જેમાં કોઈ જ પરિવર્તન થતું નથી. સ્વભાવ એક મેળવેલો ગુણ છે, એમાં શિક્ષણ અને સત્સંગથી સુધારી શકાય છે.'
હિન્દીમાં ઘણી લોકોક્તિઓ છે : 'કોયલ હોય ન ઊજલા, સૌ મન સાબુન લાય.' સો મણ સાબુથી ધોવા છતાં કોયલ ઊજળી થતી નથી. કૂતરાંની પૂંછડી બાર વર્ષ સુધી નળીમાં રાખો તોય વાંકી ને વાંકી જ રહે છે. 'તૂમડી અડસઠ તીરથ કર આઈ / તઊ ન ગઈ કડવાઈ' કડવી તૂંબડી તીરથ કરે તો શું ફેર પડે ? તેલુગુમાં પાનુગંટિએ કહ્યું છે : 'વ્યક્તિના સ્વભાવને સ્પષ્ટ કરનારી એની વાણી છે, એનું રૂપ નહીં.' માણસની વાતચીત પરથી એના સ્વભાવનો ખ્યાલ આવતો હોય છે. બંગાળીમાં એક કહેવત છે : 'સાંબેલાને સ્વર્ગમાં લઈ જાઓ તો ત્યાં પણ એ અનાજ જ કૂટશે.' હવે એમાં આપણે શું કરી શકીએ ? જેની પાસે રૂપ છે, એ દેખાડશે જ, જેની પાસે ગુણ છે એ પ્રકાશમાં આવતાં જ હોય છે, જેના હૃદયમાં પ્રેમ છે, એ બીજાને પ્રેમ કરશે જ, એમાં આપણે શું કરી શકવાના ? કારેલું કડવું છે, એ એનો ગુણધર્મ છે, એને આપણે દૂધમાં નાખીએ કે, નવનીતમાં નાખીએ એ એનો સ્વાદ છોડશે ખરું ? જેનો જેવો ગુણ છે, એવું એ કરે જ છે. વિદ્યાપતિએ કહ્યું છે : 'અગ્નિની જ્વાળાઓ નીચે દોડતી નથી અને પાણીની ધારાઓ ઉપર જતી નથી. જેનો જે વ્યવહાર છે એ અવશ્ય કરે જ છે.' આપણે ગમે તે કરીએ, પણ એમાં કોઈ જ પરિવર્તન આવી શકતું નથી. સૂરદાસ ઢોલ વગાડીને કહે છે : 'કહા હોત પયપાન કરાએ વિષ નહિં તજત ભુજંગ' તમે ગમે તેટલું દૂધ પાઓ તોય સાપ પોતાનું ઝેર છોડતો નથી. રહીમને પણ કહ્યું છે કે, ગમે તેટલા ઉપાય કરો તોય સ્વભાવમાં કોઈ જ ફેરફાર કરી શકાતો નથી. ફેર્યા સ્ટાર્ડે કહ્યું છે : 'સારો સ્વભાવ ગણિતની શૂન્ય જેવો છે. તેની આમ કશી કિંમત નથી, પણ એ દરેક જણની કિંમત દસગણી કરી નાખે છે.' ત્યારે જ એની સાચી કિંમત સમજાય છે. એ. જી. ગાર્ડીનરે કહ્યું છે : 'ખરાબ વ્યવહાર અને ચિડિયો સ્વભાવ તરત જ તેનો પ્રભાવ દેખાડે છે.' સ્વભાવથી જ સંબંધો જીવે કે મરે છે. કોઈએ કહ્યું છે : 'મિત્રતાનું ગણિત દિવસોની સંખ્યા કરતાં સ્વભાવની ઊંચાઈ પર વધારે આધાર રાખે છે.' જેનો જેવો સ્વભાવ એવો જ એનો વ્યવહાર હોય છે. એક સુભાષિત છે કે, સિંહ બાળક હોવા છતાં મદથી મલિન થયેલા ગંડસ્થળવાળા હાથીઓ પર તરાપ મારે છે. સામર્થ્યશાળીઓનો એ સ્વભાવ જ હોય છે. નાની કે મોટી ઉંમર તેમનું કારણ બનતી નથી.' જે છે એ તો છે જ. એડમંડ બર્ડે યોગ્ય જ કહ્યું છે : 'આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, એની ફરિયાદ કરવી, વર્તમાન શાસનકર્તાઓની આલોચના કરવી, ભવિષ્ય પર ફાલતુ આશાઓ રાખવી- એ માણસજાતનો આ સામાન્ય સ્વભાવ છે.'
 
Enhanced by Zemanta

રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી

જનાક્રોશ સાથે રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી



કૃષિ મંત્રી શરદ પવાર પર મોંઘવારી બેકાબુ થવા માટે ભૂતકાળમાં ઘણાં આરોપો લાગ્યા છે. પરંતુ તેમણે મોંઘવારી માટે પોતે જવાબદાર હોવાની વાતનો સદંતર ઈન્કાર કર્યા કર્યો છે. તેમણે મોંઘવારીને બેકાબુ થવામાં સરકારની સાંઝી જવાબદારી હોવાની વાત પણ કરી છે. પરંતુ દિલ્હીમાં ઈફ્કોના કાર્યક્રમમાં શરદ પવાર પર હુમલો કરવા માટે ટાંપીને બેઠેલા યુવક હરવિન્દર સિંહને શરદ પવારની કોઈ વાતની ખબર નહીં હોય અથવા તો તેને આવી કોઈ વાત ગળે ઉતરી નહીં હોય. દિલ્હીની કોર્ટે ભૂતકાળના એક ટેલિકોમ ગોટાળા માટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામને પાંચ વર્ષની સજા આપી હતી. ત્યારે પણ આ યુવક કોર્ટ પરિસરમાં હતો અને કોર્ટમાંથી સજા ખાઈને બહાર આવી રહેલા સુખરામ પર હુમલો કર્યો હતો. તેના ગણતરીના દિવસોમાં જ દિલ્હી ખાતે હરવિન્દર સિંહે કૃષિ મંત્રી શરદ પવારને મોંઘવારીના મુદ્દે થપ્પડ ઝીંકી દીધી છે. શરદ પવારને અંદાજો પણ નહીં હોય કે દેશમાં થઈ રહેલી બેકાબુ મોંઘવારીની ગુંજ તેમના ગાલે સંભળાશે. આ ઘટના વખોડવા લાયક છે. તમામ રાજકીય પક્ષોએ તેને વખોડી છે. પરંતુ સવાલ એ છે કે આવી ઘટના શા માટે ઘટે છે? તેની પાછળ ક્યાં કારણો છે? શું ભારતના લોકો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે? શું ભારતના રાજનેતાઓને તેમની લોકલાગણી અને જનાક્રોશ સાથેની રાજરમત હવે ભારે પડી રહી છે? આ તમામ સવાલોના જવાબ સામાજિક અને રાજકીય સ્તરે મેળવવાનો પ્રયાસ મીડિયા સહીત તમામ વર્ગોએ કરવો જોઈએ.

દેશમાં છેલ્લા 7વર્ષથી મોંઘવારી સતત સરેરાશ બે અંકોમાં રહી છે. તાજેતરમાં મોંઘવારી માંડ બે અંકથી નીચે ગઈ છે. આ દેશમાં 70 કરોડ લોકો ગરીબ છે. ગરીબીની રેખા નીચે જીવતા રોજના માંડ 32 રૂપિયા પણ ન મેળવતા લોકોના જીવન માઝા મૂકી રહેલી મોંઘવારીમાં ભારે મુશ્કેલીવાળા બની ગયા છે. જો કે આવી દારૂણ પરિસ્થિતિમાં પણ સરકાર બેશરમીથી જવાબ આપી રહી છે કે દેશમાં ભૂખમરાથી છેલ્લા બે વર્ષમાં કોઈપણ મૃત્યુ થયું નથી. પરંતુ હકીકત એ છે કે દારૂણ ગરીબીવાળા અને વિકાસથી વંચિત વિસ્તારોમાં આજે પણ લોકોને અનાજના વિકલ્પ તરીકે જીવલેણ પાંદડાની ભાજી ખાઈને જીવન ગુજારવું પડે છે. તેમ છતાં વક્રતા એ છે કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો દેશના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીને મજબૂત લાગી રહ્યો છે. ભારતની અર્થ વ્યવસ્થા ચીન સાથે સ્પર્ધા કરી રહી છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનીને દુનિયાની સામે છે. હવે ભારતના મલ્ટિબ્રાન્ડ રિટેલમાં 51 ટકાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે.

ત્યારે સવાલ એ છે કે ભારતના મધ્યમ વર્ગથી ત્રણ ગણા મોટા ગરીબો માટે વિચારવા માટે ભારતના રાજનેતાઓ પાસે સમય નથી. દર વર્ષે મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગમાં ધકેલાનારા પરિવારોની સંખ્યા ઘણી મોટી છે. જો કે ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાં આવનારા લોકોની સંખ્યા ઘણી નહીવત છે. આ હકીકત હોવા છતાં આપણા ભારતનો વિકાસ દર 8-9 ટકા હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. વિકાસના રાગડા તાણતા રાજકારણીઓને ભારતની ગરીબી દેખાતી નથી. જો કે હકીકતમાં એવું છે કે તેઓ ભારતની ગરીબી પ્રત્યે અને ભારતના ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને મોંઘવારીનું ધીમું ઝેર આપીને ઠેકાણે પાડવા માંગે છે. આ દેશ માત્ર મૂડીવાદી માનસિકતા ધરાવતા કેટલાંક ધનવાનોનો દેશ બની ગયો છે. આ દેશનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ભારતનું ઝડપથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન છેલ્લા એક દશકમાં 10 લાખ હેક્ટર જેટલી ઓછી થઈ છે. માંસની નિકાસમાં ભારતે ડંકો વગાડયો છે. વિશ્વમાં ભારત માંસ નિકાસકર્તામાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વિશ્વનું સૌથી વધુ પશુધન છે. પરંતુ જે તીવ્રતાથી દેશમાંથી માંસની નિકાસ થઈ રહી છે અને કતલખાના વધી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આ દેશ માંસ નિકાસમાં પ્રથમ સ્થાને પહોંચશે પછી લાંબો સમય સુધી ત્યાં ટકી નહીં શકે. કારણ કે દેશનું પશુધન તો આપણે ખતમ કરી નાખ્યું હશે.

દેશમાં કુટિર ઉદ્યોગ અને ખેતી-પશુપાલન આધારીત ઉદ્યોગોનું નિકંદન નીકળી રહ્યું છે. રિટેલમાં વિદેશી નાણાંની ઘૂસણખોરી પણ ખતરનાક છે. તેના કારણે દેશમાં મોંઘવારી વધારે તીવ્રતાથી આગળ વધે તેવી શક્યતા છે. ત્યારે ગરીબ માણસને ભારતમાં જીવન જીવવું દુભર બની જશે. આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અને દેશના નીતિ-નિર્ધારકો કહે છે કે મોંઘવારી ઘટાડવા માટે તેમની પાસે જાદૂની લાકડી નથી. પરંતુ હકીકત એ છે કે મોંઘવારી વધારવા માટે તેમની પાસે જાદૂઈ લાકડી ઉપલબ્ધ હોય છે. છેલ્લા બે વર્ષથી દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને સક્ષમ નાણાં મંત્રી પ્રણવ મુખર્જી દેશની જનતાને આ ડિસેમ્બર કે માર્ચમાં ઘટી જશેના ઠાલા વાયદા કરતાં રહે છે. આવી સ્થિતિમાં ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દુભર બની રહ્યું છે અને વક્રતા એ છે કે સરકાર દેશના વિકાસ દરને ટકાવી રાખવાની ચિંતામાં દેશના આમ આદમીની ચિંતા કરવાનું ભૂલી ગઈ છે. ત્યારે દેશમાં આમ આદમી ક્યાં સુધી પોતાની ધીરજ ટકાવી શકશે? આમ આદમી ક્યાં સુધી દેશના રાજનેતાઓની લોકલાગણીને આંગળી કરવાની નીતિઓ સામે પોતાનો જનાક્રોશ દબાવી શકશે? માની લો કે હરવિન્દર સિંહ નામનો યુવાન પાગલ હશે, પરંતુ તેને પાગલ બનાવવામાં સરકારની શું ભૂમિકા છે? માની લો કે હરવિન્દરને મીડિયામાં ચમકવાની કોઈ મહત્વકાંક્ષા હશે. પરંતુ લોકોમાં તેના આવા વખોડવા લાયક કૃત્યથી તે હીરો બની જાય તેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે સરકાર કેટલી હદે જવાબદાર છે?

શરદ પવારને લાફો ઝીંકાયો ત્યારે ગાંધીવાદી અણ્ણા હજારેની પ્રતિક્રિયા હતી કે શું શરદ પવારને માત્ર એક જ લાફો મારવામાં આવ્યો? જો કે શરદ પવારની મજાક કર્યા બાદ અણ્ણા પોતાના સ્ટેન્ડમાંથી ફરી ગયા અને તેમણે સમગ્ર ઘટનાને વખોડી પણ તેમણે એવું તો કહ્યું જ કે લોકોમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સંદર્ભે ઘણો ગુસ્સો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ સરકારને મોંઘવારી સુપેરે કાબુમાં લેવાની ચેતવણી આપી હતી. તેમણે મોંઘવારી કાબુમાં લેવામાં નહીં આવે, તો દેશભરમાં હિંસા ફાટી નીકળવાની શક્યતા દર્શાવી હતી. યશવંત સિંહાના આ નિવેદનને કોંગ્રેસ શરદ પવાર પરના હુમલા માટે જવાબદાર ગણાવે છે અને તેમને વિપક્ષનું આમા ષડયંત્ર દેખાય છે. આની તપાસ થવી જોઈએ. પરંતુ વિશ્લેષણ એ પણ થવું જોઈએ કે શું યશવંત સિંહા દેશમાં માઝા મૂકતી મોંઘવારીથી ઉભી થનારી પરિસ્થિતિને સારી રીતે વાંચી રહ્યા છે?

દેશમાં છેલ્લા કેટલાંક સમયથી બની રહેલી ઘટનાઓ ચિંતાજનક છે. અમરનાથ યાત્રા અને અમરનાથના શિવલિંગ પર બેફટ લોકલાગણી વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ સ્વામી અગ્નિવેશને અમદાવાદમાં તમાચો પડયો. ટીમ અણ્ણાના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે જમ્મુ-કાશ્મીરમાં જનમત લઈને આઝાદી આપવાની તરફેણ કરી તો કેટલાંક માથા ફરેલા યુવાનોએ તેમને સુપ્રીમ કોર્ટ પરિસર ખાતેની તેમની ચેમ્બરમાં ઠમઠોર્યા અને હવે શરદ પવારને મોંઘવારીની થપ્પડ પડી. પરંતુ આમ આદમીમાં આ ઘટનાઓની પ્રતિક્રિયા જોઈએ તો મોટાભાગે લોકોને પોતાની લાગણીનો પડઘો પડયો હોવાની લાગણી થઈ રહી છે. વળી રાજકીય પક્ષો અને નેતાઓએ આવી ઘટનાને વખોડી છે. પરંતુ તેમણે આવી ઘટના શા માટે બની રહી છે, તેના કારણો શોધવાની વાત પણ એક યા બીજી રીતે કરી છે.

ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદીએ કહ્યું છે કે શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પારીત નહીં થાય, તો વધારે થપ્પડ પડશે. ત્યારે ખરેખર બ્લેકકેટ કમાન્ડોના સુરક્ષાચક્રમાં ઘૂમી રહેલા રાજકારણીઓએ વિચારવું પડશે કે જો ભારતનો આમ આદમી વિફરશે તો તેમને કોઈ બ્લેકકેટ કમાન્ડોનું સુરક્ષાચક્ર બચાવી શકશે નહીં. ભારતના રાજનેતાઓએ ભારતના લોકોની લાગણીઓ સાથેની રાજરમત બાજુએ મૂકીને જનકલ્યાણની નીતિ અખત્યાર કરવી પડશે. તેમની જનાક્રોશ સાથેની રમત તેમના રાજકીય જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.