Φ अपना विषय खोजे

શબ્દ-शब्द-Words

પ્રશ્ર્ન એક કરી કરીને થાકયો છે તો શું?

પ્રશ્ર્ન એક કરી કરીને થાકયો છે તો શું?
નબળી ડાળે જ આંબો પાકયો છે તો શું?
રાખેને એ ભલે એમની રીતે તો શું થયું?
ને ભલે!અવેજીમાં તને રાખ્યો છે તો શું?
તું નથી એની હસ્તરેખામાં તો શું થયું ને
પથ્થરની લકિરમાં ચીલો ફાટ્યો છે તો શું?
અંધારા ને અજવાળાનો ફર્ક એને પુછો ને
કંઇક રાતો ખુલ્લી આંખે જાગ્યો છે તો શું?
એને તો ફકત તારું નામ જ લખ્યું હતું ને!?
તે દી’થી કવિને લોકોએ જાણ્યો છે તો શું?
કાકલુદીનાં તમાંમ પ્રકારો કરીને થાક્યો છે
ને તારા નામે માહોલ સજાવ્યો છે તો શું?
નસીબ ઉધાર ન મળે એને સમજાય ગયું!
ખુદ કિસ્મતે એના તાપે તાપ્યો છે તો શું
બસ એ લખતો રહે છે,ગઝલો ને કવિતા
નસીબે મૌનનો આદેશ આપ્યો છે તો શું?
એને તમોને માંગ્યા હતા,મહોતરમાં સમજો
બાકી એને ઘણાએ દિલથી માંગ્યો છે તો શું?
(નરેશ કે.ડૉડીયા)

No comments:

Post a Comment